IND VS WI : અર્શદીપની એ ઓવર જેણે ભારતને જીત અપાવી, પણ શ્રેયસ અય્યરને શું ચિંતા છે?

ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ટી20 સિરીઝની ત્રીજી મૅચ ભારત 14 રને જીતી ગયું છે.
ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝને જીત માટે 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે વેસ્ટ ઇન્ડીઝ સાત વિકેટે માત્ર 209 રન કરી શક્યું હતું.
ભારત તરફથી અભિષેક શર્માએ પાંચ સિક્સર અને છ ચોગ્ગાની મદદથી સૌથી વધુ 69 રન (30 બૉલ) કર્યા હતા. તેમજ ઈશાન કિશને 37, તિલક વર્માએ 28 રન કર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી કામિલ પૂરને 42 અને સિમરોન હેટમાયરે 43 રન કર્યા હતા.
ભારત તરફથી બૉલિંગ કરતા અર્શદીપસિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લઈને ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
આ જીત સાથે ભારતે પાંચ મૅચની સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. દરમિયાન ભારતીય ટીમના કૅપ્ટન શ્રેયસ અય્યરે કરેલી વાત પણ ચર્ચાનો વિષય બની છે.
અર્શદીપની બૉલિંગ ઘાતક પુરવાર થઈ

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images
અર્શદીપસિંહે વેસ્ટ ઇન્ડીઝના ટૉપના ત્રણ બૅટ્સમૅનને આઉટ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અર્શદીપસિંહ પોતાની પહેલી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝના ઇનફૉર્મ બૅટ્સમૅન શાઇ હોપની વિકેટ લીધી હતી.
શાઇ હોપની વિકેટ લેવા માટે અર્શદીપસિંહે પોતાની રણનીતિ બદલી હતી. સામાન્ય રીતે અર્શદીપસિંહ રાઉન્ડ ધ વિકેટ બૉલિંગ કરતા હોય છે, પરંતુ તેમણે શાઇ હોપ સામે ઓવર ધ વિકેટ બૉલિંગ કરી હતી.
વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગની બીજી ઓવર અર્શદીપસિંહ નાખવા આવ્યા હતા. તેમની ઓવરના ચોથા બૉલે કૅપ્ટન શાઇ હોપે બાઉન્ડરી ફટકારી હતી. પાંચમા બૉલે અર્શદીપસિંહે શાઇ હોપને આઉટ કર્યા હતા.
અર્શદીપસિંહ પોતાની ચોથી અને છેલ્લી ઓવર નાખવા આવ્યા ત્યારે વેસ્ટ ઇન્ડીઝને 18 બૉલમાં 56 રન બનાવવાના હતા. વેસ્ટ ઇન્ડીઝના શેરફાને રુથરફોર્ડ 18 બૉલમાં 31 રન અને કીમો પૉલ 6 બૉલમાં 10 રન બનાવીને મેદાન પર હતા. કીમો પૉલની વિકેટ અર્શદીપસિંહે ઓવરના બીજા બૉલે લીધી હતી.
રુથરફોર્ડ વર્ષ 2026માં 15 મૅચમાં 60.75ની ઍવરેજથી 486 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના સૌથી ઇનફૉર્મ બૅટ્સમૅન રુથરફોર્ડની વિકેટ અર્શદીપસિંહે લીધી હતી.
અર્શદીપસિંહે 17મી ઓવરના 5મા બૉલે આ વિકેટ લીધી હતી.
અર્શદીપસિંહે પોતાની છેલ્લી ઓવરમાં 6 બૉલમાં 8 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપસિંહે આ ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
અર્શદીપસિંહે 4 ઓવરમાં 44 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. અર્શદીપસિંહને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
અર્શદીપે મૅચમાં જીત બાદ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images
મૅચ બાદ જ્યારે અર્શદીપને તેમની બૉલિંગ-લાઇન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે "જ્યારે બૅટ્સમૅન ઇનિંગ્સની શરૂઆતમાં અને ડેથ ઓવર્સમાં વધુ આક્રમક બેટિંગ કરે છે, ત્યારે મને આનંદ આવે છે. એ એક સારો પડકાર છે, મજા આવે છે અને એ જ સમયે તમે તમારી જાતને, તમારી કુશળતાઓને અને રમતના એ તબક્કામાં તમારી માનસિક મજબૂતીને પણ પારખી શકો છો."
તેમણે કહ્યું કે "મારું મુખ્ય ધ્યાન એ રહે છે કે હું વહેલો આવી જાઉં, નવા અને જૂના બૉલ બંને સાથે થોડી બૉલિંગ કરું અને મારી કુશળતાને શક્ય તેટલી તેજ બનાવું. અમે ટીમ તરીકે હંમેશાં પરિસ્થિતિઓને અનુકૂળ થવાનો અને તેના મુજબ રમવાનો પ્રયાસ કરીએ છીએ."
"બૉલ થોડો રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો અને જ્યારે બૉલ રિવર્સ થાય ત્યારે ડેથ ઓવર્સમાં બોલિંગ કરવાની મજા અલગ જ હોય છે. ઝાકળ હોય ત્યારે પણ બૉલિંગ કરવી સારી લાગે છે."
"છેલ્લી મૅચમાં હું અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહોતો, તેથી આ વખતે ટીમ માટે સારું કરવાનું ઇચ્છતો હતો અને અમને યોગ્ય પરિણામ મળ્યું."
કૅપ્ટન શ્રેયસ અય્યરે શું ચિંતા વ્યક્ત કરી?

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images
મૅચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન ભારતીય કૅપ્ટન શ્રેયસ અય્યરે ભારતીય બૉલરોનાં વખાણ કરતાં કહ્યું, "બૉલરો શું અમલમાં મૂકવા માગતા હતા તે અંગે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતા હતા. તેઓ વધુ સ્પષ્ટ જોવા મળતા હતા. દરેક બૉલર પડકારનો સામનો કરવા માટે તૈયાર હતો. એક ટીમ તરીકે તમે એ જ ઇચ્છતા હો."
શ્રેયસ અય્યરે કહ્યું, "સાચું કહું તો, આ એક શાનદાર શરૂઆત હતી. અભિષેકે પાવરપ્લેમાં હંમેશાંની જેમ આક્રમક બેટિંગ કરી અને બાદમાં ઈશાન કિશને પણ ઉત્તમ યોગદાન આપ્યું."
"તે છેલ્લા કેટલાક મહિનાથી ખૂબ સારું રમી રહ્યો છે. અંતમાં પ્રિન્સ યાદવે રમેલી નાની પણ અસરકારક ઇનિંગ પણ મહત્ત્વપૂર્ણ રહી. એ રન ખૂબ કામના સાબિત થયા."
જોકે શ્રેયસ અય્યરે ભારતની ટીમ અંગે થોડી ચિંતા પણ કરી હતી. શ્રેયસ અય્યરે ટીમમાં સુધારાની અને આગામી રણનીતિ અંગે પણ વાત કરી હતી.
તેમણે આગળ કહ્યું, "વેસ્ટ ઇન્ડીઝને તમે ક્યારેય હળવાશથી લઈ શકતા નથી. એટલે અમારે સુનિશ્ચિત કરવું હતું કે અમે ક્યાંય પણ બેદરકાર ન બનીએ. આ બંને મેદાનો પર મોટા સ્કોર બનતો હોય છે, પરંતુ અમારી પ્રક્રિયા અને નિયમિત તૈયારી પર અડગ રહેવું, તેમજ આક્રમક અભિગમ જાળવી રાખવો જરૂરી હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























