દિલ્હી પોલીસે કહ્યું કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન નહીં કરી શકાય, 3 નવાં સ્થળો નક્કી કરાયાં

ઇમેજ સ્રોત, ani
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકોનાં વિરોધપ્રદર્શન અને ધરણાં માટે વૈકલ્પિક સ્થળો નક્કી કરવા એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી.આ સમિતિએ સોંપેલી ભલામણોના આધારે રાજધાની દિલ્હીમાં વર્ષોથી આંદોલનોનું કેન્દ્ર રહેલા ઐતિહાસિક 'જંતર-મંતર' સ્થળને પ્રોટેસ્ટ સ્થળ તરીકે રદ (ડી-નોટિફાય) કરવામાં આવ્યું છે.જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકાયા બાદ, હવે નવા વૈકલ્પિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Arun Shankar/Getty
આ નવા નિર્દેશો અનુસાર, દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજવા માટે ત્રણ નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.જેમાં રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીનું સીબીડી ગ્રાઉન્ડ સામેલ છે. આ ત્રણેય ગ્રાઉન્ડ્સ પર જ આગામી સમયમાં તમામ પ્રકારનાં જાહેર વિરોધપ્રદર્શનો યોજાશે.આ નવાં સ્થળો પર આંદોલનો અને ધરણાંના આયોજન માટે એક વિગતવાર અને સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) આગામી દિવસોમાં અલગથી જારી કરવામાં આવશે.આ એસઓપીમાં વિરોધ પ્રદર્શન માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા, ભાગ લેનાર લોકોની મર્યાદા અને સુરક્ષા વ્યવસ્થા જેવા નિયમો સ્પષ્ટ કરવામાં આવશે.






