ઇન્ડોનેશિયામાં મેટરનિટી લિવ અંગે મહિલાઓ ચિંતિત કેમ છે?

વીડિયો કૅપ્શન,

ઇન્ડોનેશિયામાં એક એવો કાયદો બનાવાયો છે જેમાં મેટરનિટી લિવને ત્રણ મહિનાથી વધારીને છ મહિના કરાઈ છે, પરંતુ આવું કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ થઈ શકશે.

ઇન્ડોનેશિયાના કાયદા મુજબ ગીયાનાં માતા ઍમાને ત્રણ મહિનાની મેટરનિટી લીવ અને તેમના પિતાને માત્ર બે દિવસની પેઈડ પેટરનિટી લીવ મળી શકે છે.

નવા કાયદા મુજબ ઍમા કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં, જેમ કે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય તો પોતાની મેટરનિટી લીવને છ મહિના વધારી શકે છે. પણ જો તેમની તબિયત સારી હોય તો પછી તેમણે ઑગસ્ટમાં ત્રણ મહિનાની બાળકીને છોડીને ઑફિસ જવું પડશે.

એક રીતે તો આ સારું પગલું છે પણ આનાથી એ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે આનાથી કામ કરનાર મહિલાઓ સાથે ભેદભાવ થઈ શકે છે.

જકાર્તાથી હાના સૅમોસિરના આ અહેવાલમાં જાણો શું કહે છે મહિલા કામદારો આ પરિવર્તન વિશે.

મહિલા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો