મરચું, હળદર અને તેજાનાવાળા મસાલેદાર ભોજનમાં છુપાયેલું છે લાંબા આયુષ્યનું રહસ્ય?

વીડિયો કૅપ્શન,
મરચું, હળદર અને તેજાનાવાળા મસાલેદાર ભોજનમાં છુપાયેલું છે લાંબા આયુષ્યનું રહસ્ય?

હજારો વર્ષોથી મસાલા એ આપણા ભોજનનો એક ભાગ છે. આપણે ચિપ્સ પર મરી છાંટીએ છીએ, આદુવાળી ચાની ચૂસકી લઈએ છીએ અને ભોજનમાં મરચાં નાખીએ છીએ.

પરંતુ તાજેતરમાં કેટલાક મસાલાને એવા સુપરફૂડ્સ તરીકે ગણાવવામાં આવે છે, જે બીમારીઓ મટાડી શકે છે.

મરચાં, હળદર અને અન્ય મસાલા આરોગ્યની રીતે લાભદાયક હોય છે અથવા "આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા"ની ક્ષમતા ધરાવતા હોય છે, તેવો દાવો ઘણી વખત કરવામાં આવે છે.

પરંતુ શું મસાલા ખરેખર આપણા ખોરાકને આરોગ્યની દૃષ્ટિએ વધુ ફાયદાકારક બનાવે છે કે પછી બીમારી દૂર કરવામાં મદદ કરી શકે છે?

આ અંગે વધુ જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.