વર્લ્ડકપ વચ્ચે ઑસ્ટ્રેલિયાથી પાછો ફરેલો એ ખેલાડી જેણે એકલા હાથે ભારતનું સપનું તોડી નાખ્યું

ટ્રેવિસ હેડ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શ્રીનિવાસ નિમ્માગડ્ડા
    • પદ, બીબીસી સંવાવદાદાતા

ભારતના એક અબજથી વધુ લોકોના અમદાવાદની ધરતી પર રમાયેલી વર્લ્ડકપની ફાઇનલ મૅચ જીતવાનું સપનું તોડવાનો શ્રેય એકમાત્ર ખેલાડીને આપવામાં આવી રહ્યો છે, એ છે ટ્રેવિસ હેડ.

ટ્રેવિસ હેડને ભારતીય ક્રિકેટચાહકો રિકી પોન્ટિંગની જેમ યાદ રાખશે.

ટ્રેવિસ હેડે પોતાની અણનમ સેન્ચૂરીથી ઑસ્ટ્રેલિયાને વર્લ્ડકપ ફાઇનલમાં યાદગાર જીત અપાવી હતી.

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં તેમણે 120 બૉલમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગા સહિત 137 રન બનાવ્યા હતા. તે ફાઇનલમાં 'પ્લેયર ઑફ ધ મૅચ' રહ્યા હતા.

ટ્રેવિસ હેડ રિકી પોન્ટિંગ અને ઍડમ ગિલક્રિસ્ટ પછી વર્લ્ડકપ ફાઇનલમાં સદી ફટકારનાર ત્રીજા ઑસ્ટ્રેલિયન ખેલાડી બન્યા છે.

આંગળીમાં ઈજાના કારણે તેઓ આ વર્લ્ડકપની પ્રથમ ચાર મૅચમાં રમી શક્યા ન હતા. બાદમાં તેઓ બાકીની મૅચો માટે ઉપલબ્ધ થયા અને તેમણે ન્યૂઝીલૅન્ડ સામે સદી ફટકારીને પોતાની ક્ષમતા બતાવી.

તેમણે નિર્ણાયક સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાર્ગેટ ચેઝ કરતી વખતે તેમણે 48 બૉલમાં 62 રન બનાવ્યા અને ટીમના ટૉપ સ્કૉરર બન્યા. તેમણે બે વિકેટ લીધી અને સેમિફાઇનલમાં 'પ્લેયર ઑફ ધ મૅચ' રહ્યા.

ટ્રેવિસ હેડ 2023ની ફાઇનલમાં શાનદાર રમ્યા.

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 2003ના વર્લ્ડકપની ફાઇનલમાં તત્કાલીન ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પોન્ટિંગની જે બૅટિંગ હતી તેની યાદ તેમણે અપાવી દીધી. તેમાં પોન્ટિંગે 140 રન બનાવ્યા હતા.

ભારતના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનોને અંકુશમાં લેવામાં સફળ રહ્યા હતા. માત્ર 47 રનોમાં ત્રણ વિકેટો તેમણે લઈ લીધી હતી પરંતુ પછીથી તેઓ સફળતા ન મેળવી શક્યા.

ત્યાંથી ટ્રેવિસ હેડ, માર્નસ લબુશેને 192 રનની ભાગીદારી નોંધાવીને લક્ષ્ય તરફ આગળ વધ્યા હતા અને જ્યારે છેલ્લે છેલ્લે ટ્રેવિસ આઉટ થયા ત્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ વિજયથી માત્ર બે જ રન દૂર હતી.

માઇક હસીના સ્થાને ટ્રેવિસ હેડ

ટ્રેવિસ હેડ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રેવિસ હેડનો જન્મ 29 ડિસેમ્બર, 1993ના રોજ ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં થયો હતો.

ડાબોડી બૅટ્સમૅન શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાની સ્થાનિક મૅચોમાં મિડલ ઑર્ડરમાં રમ્યા હતા. તેઓ જમણેરી ઑફ સ્પિનર પણ છે. જ્યારે તેઓ રાષ્ટ્રીય ટીમમાં આવ્યા ત્યારે પણ હેડ મિડફિલ્ડર બૅટ્સમૅન હતા.

માઇકલ હસી (માઇક હસી) નિવૃત્ત થયા પછી, ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટને લઈને મૂંઝવણ હતી કે તે સ્થાન કોણે લેવું જોઈએ. તે ક્રમે ઘણા લોકોને તક આપી ચકાસવામાં આવ્યું કે કોણ સારું રમી શકે છે.

પરંતુ તેમાંથી કોઈ લાંબો સમય ટકી શક્યું નહીં. પરંતુ ટ્રેવિસ હેડ એવું લાગતું હતું કે તે ખોટને ભરી શકે છે.

ભારત સામેની ટી20 શ્રેણી માટે હેડની પસંદગી કરવામાં આવી હતી. હેડને 2016ના ટી20 વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવ્યા ન હતા, પરંતુ તે પસંદગીકારોની નજરમાં જરૂર હતા.

ODI ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા માટે હેડ ચાવીરૂપ બન્યા. તો મિડલ ઑર્ડરમાં બેટથી શાનદાર પરફૉર્મર રહ્યા હતા. પરંતુ 2017 ની શરૂઆતમાં ઑપનર તરીકે મૅનેજમૅન્ટ પ્લાનના ભાગ રૂપે તેમણે બેટિંગ શરૂ કરી.

બાદમાં મૅનેજમેન્ટે 2018ની ચૅમ્પિયન્સ ટ્રૉફીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો પરંતુ તેમણે ઓપનર તરીકે તેમની પ્રથમ મૅચમાં માત્ર સદી જ ફટકારી ન હતી પરંતુ અન્ય પાર્ટનર ડેવિડ વૉર્નર સાથે રેકૉર્ડ ભાગીદારી પણ બનાવી હતી.

જોકે, આ પ્રયોગ પછી પણ હેડ કેટલાંક વર્ષો સુધી મિડલ ઑર્ડરમાં રમ્યા હતા. પરંતુ કેટલાક સમયથી હેડ 50 ઑવરની ક્રિકેટ મૅચમાં પાછળ પડી ગયા હતા. આ કારણે પસંદગીકારોએ તેમને 2019ના વર્લ્ડકપ માટે ધ્યાનમાં લીધા નહોતા. તે સમયે શૉન માર્શ અને માર્કસ સ્ટઇન્સ પૂરા ફૉર્મમાં હતા તેથી તેમને ટીમમાં નહોતા લેવાયા.

ટેસ્ટ ચૅમ્પિયનશિમાં ઝળક્યા...

ટ્રેવિસ હેડ

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રેવિસ હેડે 2021-23ની એશિઝ શ્રેણીમાં 357 રન બનાવ્યા હતા. તેમાં તેમની બે સદી પણ છે.

ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ જીતવામાં હેડે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે લંડનના ઑવલ મેદાન પર રમાયેલી મૅચમાં 163 રન બનાવ્યા અને ટૉપ સ્કૉરર બન્યા હતા. તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

આ શાનદાર પ્રદર્શનનું પુનરાવર્તન કરતા હવે તેમણે ઑસ્ટ્રેલિયાને ODI વર્લ્ડકપ ફાઇનલમાં યાદગાર જીત અપાવી.

ટ્રેવિસ હેડે વનડેમાં 60 ઇનિંગ્સમાં કુલ 63 મૅચમાં 2,256 રન બનાવ્યા છે. વનડેમાં તેમનો સર્વોચ્ચ સ્કૉર 152 રન છે.

‘ભારત સામેની ફાઇનલ શાનદાર દિવસ’

ટ્રેવિસ હેડ

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારની ફાઇનલ બાદ ટ્રેવિસ હેડે કહ્યું, "ફાઇનલ એક શાનદાર દિવસ હતો. આન ફાઇનલમાં રમવું એક રોમાંચક વાત છે."

"મેં વિચાર્યું કે ઘરે બેસીને રમત જોવાને બદલે રમવું વધુ સારું રહેશે (ટ્રેવિસ હેડ આંગળીની ઈજાને કારણે પ્રથમ ચાર મૅચ ચૂકી ગયા હતા. પછી ટીમમાં પરત આવ્યા હતા). ઇનિંગ દરમિયાન હું થોડો ચિંતિત હતો. માર્નસ લાભૂશેને અસાધારણ ઇનિંગ રમીને દબાણ ઓછું કર્યું હતું.''

તેમણે કહ્યું કે, '' હું ટીમમાં સૌથી આગળ રહીને અને સફળતામાં મારો ભાગ ભજવીને ખુશ છું.''

રેડ લાઇન
રેડ લાઇન