કિઅર સ્ટાર્મર બ્રિટનના નવા વડા પ્રધાન બનવા તરફ, લેબર પાર્ટીની 14 વર્ષ બાદ વાપસી

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં 14 વર્ષ પછી લેબર પાર્ટી ઐતિહાસીક વિજય તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક પરિણામોમાં પાર્ટી 200થી વધારે બેઠકો જીતી ચૂકી છે. જ્યારે વર્તમાન વડા પ્રધાન ઋષિ સુનકની પાર્ટીએ માત્ર 32 બેઠકો પર જીત મેળવી છે.
ઍક્સિટ પોલ પ્રમાણે, લેબર પાર્ટી ઐતિહાસીક વિજય તરફ આગળ વધી રહી છે અને પાર્ટીને 650માંથી 410 બેઠકો મળી શકે છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને 131 બેઠકો જ મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
ઍક્સિટ પોલ અને પ્રારંભિક વલણો દર્શાવે છે કે કિઅર સ્ટાર્મર બ્રિટનના વડા પ્રધાન તરીકે લગભગ નિશ્ચિત છે અને 131 બેઠકો સાથે કન્ઝર્વેટિવ પાર્ટીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે.
બ્રિટનમાં 2019માં યોજાયેલી ચૂંટણીમાં 650 બેઠકોવાળી સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 364 બેઠકો મળી હતી અને બોરિસ જૉનસન વડા પ્રધાન બન્યા હતા. જોકે, આ વખતે સ્થિતિ એકદમ અલગ છે.
બ્રિટનમાં કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે 326 બેઠકોની જરૂર પડે છે.
2019ની ચૂંટણીમાં લેબર પાર્ટીએ માત્ર 203 બેઠકો પર જીત મેળવી હતી અને પાર્ટીએ પોતાની પરંપરાગત બેઠકો પણ ગુમાવી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીના ડેહેના ડેવિડસન 2019ની ચૂંટણીમાં બિશપ ઑકલેન્ડ, કાઉન્ટી ડરહમથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. ઍક્સિટ પોલના પરિણામો પછી તેમણે જણાવ્યું કે 14 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી કોઈ પણ સરકાર માટે ચૂંટણી જીતવી ‘અસાધારણ’ હોય છે.

End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
14 વર્ષ પછી લેબર પાર્ટીની સતામાં વાપસી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍક્સિટ પોલના અનુમાન સાચા પડશે તો કિઅર સ્ટાર્મર 410 લેબર સંસદ સભ્યો સાથે વડા પ્રધાન બનશે. આ જીત ટોની બ્લેયરની 1997ની ઐતિહાસીક વિજય જેવી છે.
આ ચૂંટણીમાં ત્રીજા નંબરે લિબરલ ડેમૉક્રેટસ રહી શકે છે. તેઓ 61 બેઠકો જીતશે તેવા અનુમાન છે.
ઍક્સિટ પોલ પ્રમાણે, સ્કૉટિશ નેશનલ પાર્ટીની બેઠકોની સંખ્યા ધટીને 10 થઈ શકે છે, જ્યારે રિફૉરમ યુકેને 13 બેઠકો મળી શકે છે.
તેમણે સલાહ આપી હતી કે કેટલાક કન્ઝર્વેટિવ સભ્યોને “અરીસામાં જોવાની” અને એક હદે “જવાબદારી સ્વીકારવાની” જરૂર છે.
જો ઍક્સિટ પોલમાં સાચા પુરવાર થયા તો લેબર પાર્ટી માટે આ એક મોટો ફેરફાર થશે.
કન્ઝર્વેટિવ પાર્ટીને લાગે છે કે ઑપિનિયન પોલમાં થયેલા દાવાઓ અનુસાર પાર્ટીનો કારમો પરાજય નહીં થાય, પરંતુ પાર્ટીને અંદાજો હતો કે આ પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન રહેશે.
જોકે, ઍક્સિટ પોલમાં જે પ્રકારનાં અનુમાનો સામે આવ્યાં છે તે પ્રમાણે કન્ઝર્વેટિવ પાર્ટીને 241 બેઠકો પર નુકસાન થઈ રહ્યું છે, જે પાર્ટી માટે મોટો ફટકો છે.
વર્ષ 2010 પછી પ્રથમ વખત લેબર પાર્ટીના ઉમેદવાર ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચશે અને કન્ઝર્વેટિવ પાર્ટીને પોતાના ભવિષ્ય વિશે ગંભીર રીતે વિચાર કરવાની જરૂર પડશે.
પૂર્વ એટૉર્ની જનરલ સર રૉબર્ટ બકલૅન્ડ પ્રારંભિક ચૂંટણી પરિણામોમાં હારનાર પ્રથમ કન્ઝર્વેટિવ સંસદ સભ્ય છે. તેમણે બીબીસીને જણાવ્યું કે તેમની પાર્ટી “ચૂંટણી યુદ્ધ”નો સામનો કરી રહી છે અને લેબર પાર્ટીની સંભવિત જીત “પરિવર્તન માટે એક મોટો વોટ” છે.
લિબરલ ડેમૉક્રેટ નેતા સર એડ ડેવીએ કહ્યું, “લાગે છે કે અમારી પેઢીનું આ સૌથી સારૂ પરિણામ છે.”
લેબર પાર્ટીના નેતા કિઅર સ્ટાર્મરે જણાવ્યું છે કે તેઓ એ લોકો માટે પણ કામ કરશે જેમણે એમને મત નથી આપ્યા.
કિઅર સ્ટાર્મર કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
લેબર પાર્ટીના નેતા કિઅર સ્ટાર્મરે જણાવ્યું છે કે તેઓ એ લોકો માટે પણ કામ કરશે જેમણે એમને મત નથી આપ્યા.
સ્ટાર્મરે કહ્યું “હું તમારા માટે બોલીશ અને તમારી વાત સાંભળીશ. લોકો પરિવર્તન માટે તૈયાર છે અને દેખાડાની રાજનીતિનો અંત આવશે.”
“પરિવર્તનની શરૂઆત અહીંથી જ થશે. કારણ કે આ તમારું લોકતંત્ર છે, તમારો સમુદાય છે અને તમારૂ ભવિષ્ય છે. તમે મત આપ્યા છે. હવે અમારે પરિણામ આપવાનો સમય છે.”
સ્ટાર્મરે ચૂંટણીની મતગણતરીમાં કામ કરી રહેલા લોકો અને બીજા ઉમેદવારો પ્રત્યે પણ આભાર વ્યકત કર્યો.
તેમણે કહ્યું કે લોકતંત્ર વૅસ્ટમિન્સ્ટરમાં કે વ્હાઇટ હૉલમાં નહીં, પરંતુ ટાઉન હૉલ, કૉમ્યુનિટી સેન્ટર અને મતદારોના હાથમાં છે.
સર કિઅર સ્ટાર્મરને એપ્રિલ 2020માં લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા. સ્ટાર્મર 61 વર્ષના છે. સ્ટાર્મર પહેલા વિપક્ષની લેબર પાર્ટીનું નેતૃત્વ જૅર્મી કોર્બિન કરી રહ્યા હતા. સ્ટાર્મર વકીલ છે અને 2015માં પ્રથમ વખત સંસદ સભ્ય બન્યા હતા.
લેબર પાર્ટીના નેતાની ચૂંટણીમાં સ્ટાર્મરે પ્રથમ રાઉન્ડમાં જ 50 ટકાથી વધારે મતો મેળવ્યા હતા.
લેબર પાર્ટીના નેતા બન્યા ત્યારે સ્ટાર્મરે કહ્યુ હતું કે 'મારું લક્ષ્ય આ મહાન પાર્ટીને એક નવી આશા અને વિશ્વાસ સાથે એક નવા યુગમાં લઈ જવાનું છે.'
પાર્ટી તરફથી જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં કહ્યું, “આ મારા માટે ગર્વ અને સમ્માનની વાત છે કે મને ચૂંટવામા આવ્યો. હું આશા રાખું છું કે સમયે આવ્યે લેબર પાર્ટી સરકાર બનાવીને ફરીથી દેશની સેવા કરી શકશે.”












