થાઇરોઇડની બીમારીથી ગ્રસ્ત પ્રતિભાએ ઉપચાર માટે જિમ જૉઇન કર્યું અને પછી એવી બૉડી બનાવી કે ગોલ્ડ મેડલ જીતી લીધો
થાઇરોઇડની બીમારીથી ગ્રસ્ત પ્રતિભાએ ઉપચાર માટે જિમ જૉઇન કર્યું અને પછી એવી બૉડી બનાવી કે ગોલ્ડ મેડલ જીતી લીધો
ઉત્તરાખંડના પૌડી જિલ્લાનાં પ્રતિભાએ નેશનલ બૉડી બિલ્ડિંગ સ્પર્ધામાં સિનિયર વીમૅન્સ કૅટગરીમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
તેમની બૉડી જોઈને કોઈ એ વાતનો અંદાજ ન લગાવી શકે કે તેમણે હજુ 16 મહિના પહેલાં જ બૉડી બિલ્ડિંગની શરૂઆત કરી હતી.
જોકે, તેમના માટે આ સફર સરળ રહી નહોતી.
વર્ષ 2014માં તેમને ખ્યાલ આવ્યો કે તેમનું થાઇરોઇડ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.
તેમનું વજન પણ સતત વધી રહ્યું હતું.
ડૉક્ટરની સલાહ બાદ જિમ જૉઇન કરનાર પ્રતિભાએ અમુક મહિનામાં જ બૉડી બિલ્ડિંગક્ષેત્રે એ કરી બતાવ્યું જે કદાચ વર્ષોથી આ ક્ષેત્રમાં રહેલા લોકો માટે પણ કપરું સાબિત થઈ શક્યું હોત.






