ગધેડીના દૂધમાંથી એવી તો દુનિયાની દુર્લભ વસ્તુ બને છે જેની બજાર કિંમત થાય છે લાખ રૂપિયા

વીડિયો કૅપ્શન, આ ગધેડીઓના દૂધમાંથી દુનિયાનું સૌથી દુર્લભ અને મોંઘું ચીઝ બને છે, કિંમત છે ખબર?
ગધેડીના દૂધમાંથી એવી તો દુનિયાની દુર્લભ વસ્તુ બને છે જેની બજાર કિંમત થાય છે લાખ રૂપિયા

શું તમે કલ્પના કરી શકો કે, આ એક કિલો ચીઝની કિંમત 1200 યૂરો એટલે કે એક લાખ બાર હજાર રૂપિયા જેટલી હોય ?

સર્બિયાના બેલગ્રેડ નજીક આવેલા ઝાસાવિકા નેચર રિઝર્વમાં પ્યૂલ ચીઝનું વેચાણ કરવામાં આવે છે.

તે દક્ષિણ-પૂર્વ યુરોપનું સૌથી મોટું ડૉંન્કી ફાર્મ છે, અહીંનું ચીઝ બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે.

સર્બિયાની આ ગધેડીઓના દૂધમાંથી દુનિયાનું સૌથી દુર્લભ અને મોંઘું ચીઝ બને છે.

આ એક કિલો પ્યૂલ ચીઝની કિંમત 1200 યૂરો એટલે કે એક લાખ બાર હજાર રૂપિયા જેટલી હોય છે.

આટલો બધો ભાવ પણ ગધેડીના મર્યાદિત દૂધ ઉત્પાદનના કારણે છે.

એક કિલો ચીઝ બનાવવા માટે પણ અંદાજે ત્રીસ લીટર દૂધની જરૂર પડે છે.

બેલગ્રેડ નજીક આવેલા ઝાસાવિકા નેચર રિઝર્વમાં પ્યૂલ ચીઝનું વેચાણ કરવામાં આવે છે.

તે દક્ષિણ-પૂર્વ યુરોપનું સૌથી મોટું ડૉંન્કી ફાર્મ છે.

એક ગધેડી રોજ અંદાજે 300 મિલિલીટર જ દૂધ આપે છે. એમાંથી અડધું દૂધ તો ગધેડાનું બચ્ચું પીવે છે. દૂધ આપવાની ક્ષમતા પણ દરેકની અલગ અલગ હોય છે.

ઝાસાવિકા ફાર્મના હેડના કહેવા મુજબ કેટલાક ગધેડા તોફાની હોય છે તો કેટલાક શાંત. દરેકની પોતાની એક અલગ પ્રકૃતિ હોય છે. તમે થોડા ગધેડાને પાળી શકો છો, બહુ બધાને નહીં. પ્યૂલ ચીઝ બનાવવાની પણ એક ખાસ પ્રોસેસ હોય છે. આ ખાસ ચીઝ પણ વર્ષે માત્ર 30 કિલોગ્રામ જ બનાવી શકાય છે.

એવું તે શું કારણ છે કે આ ચીઝની ખૂબ જ માગ રહે છે અને ગ્રાહકો તેના માટે ખૂબ જ ઊંચી કિંમત પણ ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે, જાણો આ વીડિયોમાં.

આ ગધેડીઓના દૂધમાંથી દુનિયાનું સૌથી દુર્લભ અને મોંઘું ચીઝ બને છે
ઇમેજ કૅપ્શન, આ ગધેડીઓના દૂધમાંથી દુનિયાનું સૌથી દુર્લભ અને મોંઘું ચીઝ બને છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.