'કેટલાય મેડલ જીતનારાં ખેલાડી ઉછીના પૈસા લઈને રમવા જાય છે' ચાનાં પત્તાં ચૂંટતાં કરાટેનાં નેશનલ ચૅમ્પિયનની કહાણી
'કેટલાય મેડલ જીતનારાં ખેલાડી ઉછીના પૈસા લઈને રમવા જાય છે' ચાનાં પત્તાં ચૂંટતાં કરાટેનાં નેશનલ ચૅમ્પિયનની કહાણી
ચાના બગીચામાં મજૂરીકામ કરી રહેલી આ યુવતીને જોઈને કોઈ કહી શકે કે તેઓ સ્ટેટ તથા નેશનલ લેવલની કરાટે ચૅમ્પિયનશિપમાં મેડલ જીત્યાં હશે?
આસામના દિબ્રુગઢનાં રહેવાસી રાજીના પરિવારનું ગુજરાન ચલાવવા ચાના બગીચામાં કામ કરવા મજબૂર છે.
રાજીનાએ નેશનલ લેવલ સુધીની અલગઅલગ સ્પર્ધાઓમાં સિલ્વર મેડલ સહિત અન્ય પદક હાંસલ કર્યા છે.
અત્યાર સુધી દસેક જેટલા મેડલ જીતનારાં રાજીના ઊછીના પૈસા લઈને રમત રમવા જાય છે, તેમની ઇચ્છા છે કે સરકાર તેમના જેવા યુવાન લોકોની મદદ કરે.
રાજીનાના કોચ તપન ભૂઈઆએ તેમના સંઘર્ષ વિશે વાત કરી કે કેવી રીતે તેઓ જાતમહેનતે મજૂરીની સાથે કરાટેની સ્પર્ધાઓમાં રમવા માટે જાય છે.
જુઓ તેમની આખી કહાણી આ વિશેષ અહેવાલમાં.






