ગુજરાતની આ મહિલા ખેડૂત પાકમાં પડેલી ઇયળોનો સામનો કેવી રીતે કરી રહ્યાં છે?

ગુજરાતની આ મહિલા ખેડૂત પાકમાં પડેલી ઇયળોનો સામનો કેવી રીતે કરી રહ્યાં છે?

બનાસકાંઠા જિલ્લાના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાયથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.

પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક મોટી આફતોનો સામનો કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે એક પછી એક મોટી આફત આવતી હોય છે.જેમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તીડ પ્રકોપ તેમજ ઇયળનો ઉપદ્રવ આવી તમામ આફતોથી બનાસકાંઠા જિલ્લો હજુમી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં આવેલા નાનોટા ગામ સહિત આજુબાજુના ગામોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ બાદ એકાએક ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા ચાર દિવસથી વરસાદ બાદ ઇયળનો ઉપદ્રવ વધવાના કારણે ખેડૂતોનો ખેતરમાં બચેલો પાક જેમાં એરંડા,તમાકુ,બાજરી, સહિતના પાકોને ઇયળોના કારણે નષ્ટ થઈ રહ્યો છે.

ખેડૂતો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ ઇયળોના ઉપદ્રવને નિયંત્રણ લાવવા માટે દવાઓનો છંટકાવ કરે તો આ વિસ્તારના પાકને બચાવી શકાય તેમ છે.

નહિતર આ વિસ્તારમાં ઇયળો ના કારણે તમામ પાક નષ્ટ થવા પામશે.

સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો...

બનાસકાંઠાનાં મહિલા ખેડૂત
Redline
Redline