ઇરાકના કુર્દિસ્તાનમાં કેમ આ મહિલાઓ પોતાને આગ ચાંપી રહી છે?
ઇરાકના કુર્દિસ્તાનમાં કેમ આ મહિલાઓ પોતાને આગ ચાંપી રહી છે?

ઇરાકની મહિલાઓ વધતા ઘરેલુ અત્યાચારનો મોટા પાયે સામનો કરી રહી છે.
સંયુકત રાષ્ટ્ર પ્રમાણે 2020થી 2021ની વચ્ચે જાતિ આધારિત હિંસામાં 125 ટકાનો વધારો જોવા મળ્યો છે.
કુર્દિસ્તાન વિસ્તારમાં ઘરેલુ અત્યાચારમાં સપડાયેલી મહિલાઓને લાગે છે કે આત્મહત્યા જ તેમના માટે એકમાત્ર રસ્તો બચ્યો છે.
ઇરાકનાં કુર્દિસ્તાનમાં દાઝેલા દર્દીની સારવાર કરતી એક મુખ્ય હૉસ્પિટલમાં બીબીસીને જવાની તક મળી.
આ હૉસ્પિટલમાં ઘણી એવી મહિલાઓ દાખલ હતી જેમણે પોતાને આગને હવાલે કરી દીધી હતી. જોઈએ બીબીસી સંવાદદાતા કેરિન ટોર્બેનો આ વીડિયો અહેવાલ...
નોંધ: આ અહેવાલની કેટલીક વિગતો આપને વિચલિત કરી શકે છે.





