52 વર્ષનાં શાસન બાદ ડેન્માર્કનાં મહારાણી માર્ગ્રેથ દ્વિતીયએ સિંહાસન છોડવાનું કર્યું એલાન
52 વર્ષનાં શાસન બાદ ડેન્માર્કનાં મહારાણી માર્ગ્રેથ દ્વિતીયએ સિંહાસન છોડવાનું કર્યું એલાન
વર્તમાન સમયમાં યુરોપમાં સૌથી વધુ લાંબો સમય રાજ કરનારાં ડેન્માર્કનાં રાણીએ સિંહાસન છોડવાનું એલાન કર્યું છે.
83 વર્ષના ડેનિશ રાણી માગ્રેથ દ્વિતીયએ 1972માં તેમના પિતા કિંગ ફ્રેડરિક નવેંના મૃત્યુ બાદ ગાદી સંભાળી હતી.
મહારાણી માગ્રેથ દ્વિતીયના સૌથી મોટા પુત્ર ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક હવે ગાદી સંભાળશે. જેઓ તેમનાં બે સંતાનોમાં સૌથી મોટા છે.
યુરોપમાં રાણી માગ્રેથ એ જાણીતું નામ છે. કિંગ ફ્રેડડ્રિક બાદ જ્યારે તેમણે ગાદી સંભાળી ત્યારબાદ 1974માં વિન્ડસર કાસલમાં તેમણે મુલાકાત લીધી હતી.
મહારાણી એલિઝાબેથના નિધન બાદ રાણી માગ્રેથ યુરોપનાં સૌથી વધુ શાસન કરનારાં રાણી બન્યાં હતાં.
ડેન્માર્કના વડા પ્રધાન મેટે ફ્રેડરિકસેને પણ રાણીનો આભાર વ્યક્ત કર્યો છે. હવે ડેન્માર્ક તેના નવા રાજાની સ્વાગતની તૈયારી કરી રહ્યું છે.
વધુ રસપ્રદ વિગતો જાણો આ વીડિયોમાં...






