પાકિસ્તાનમાં પૂરનો ભોગ બનેલા લોકો ગરીબીને લીધે દીકરીઓને વેચવા મજબૂર
પાકિસ્તાનના બલુચિસ્તાનના ચૌકી જમાલી વિસ્તારમાં મોટાભાગના લોકોની આ કહાણી છે. પાછલા વર્ષે ભારે વરસાદ અને પૂરને લીધે આ વિસ્તારનો દેશના બાકીના ભાગથી સંપર્ક તૂટી ગયો હતો. હવે એક વર્ષ પછી અહીં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
અહીં એક પિતાએ દવા અને ખાવાનું ખરીદવા માટે તેની 10 વર્ષની પુત્રીને એક 40 વર્ષના વ્યક્તિને વેચી દેવી પડી.
બશીર અહેમદ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ગ્રામીણ મજૂર છે. આ ગરીબ વિસ્તારના કેટલાક અન્ય લોકોની જેમ એણે પણ પોતાની સગીર પુત્રીના લગ્ન કરી દેવાનો આકરો નિર્ણય કર્યો.
ચૌકી જમાલી વિસ્તારની દેખરેખ સંભાળતા પાકિસ્તાની સત્તાધારીમંડળ પ્રમાણે બાળલગ્નોમાં 13 ટકાનો વધારો થયો છે.
2022ના એક સર્વે પ્રમાણે બાળલગ્નોનાં વધેલાં પ્રમાણને કારણે શાળામાં બાળકોની હાજરી પર પણ તેની અસર દેખાઈ છે.
આ પ્રદેશમાં બાળલગ્નોનું પ્રમાણ વધતા સરકારે હવે આ મુદ્દે ધ્યાન આપવાની ખાતરી આપી છે.
સામાજિક કાર્યકર્તાઓ આબોહવા પરિવર્તનને નાથવા માટે તાત્કાલિક પગલાં અને કડક કાયદાની માગ કરી રહ્યા છે જેથી વધુ બાળકીઓ આનો ભોગ બનતી અટકે.
સમગ્ર કહાણી જુઓ આ વીડિયો અહેવાલમાં.






