આકાશમાંથી માછલીઓનો વરસાદ કેમ થાય છે?

વીડિયો કૅપ્શન, Rain : આકાશમાંથી માછલીઓનો વરસાદ કયા સંજોગોમાં થાય છે?
આકાશમાંથી માછલીઓનો વરસાદ કેમ થાય છે?

છઠ્ઠી મેના રોજ ઈરાનના યસૂજ વિસ્તારમાં 'માછલીઓનો વરસાદ' થયો ત્યારે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. માછલીઓના વરસાદના વીડિયો ઝડપથી વાઇરલ થયા હતા.

વીડિયોમાં લોકો આકાશમાંથી પડતી માછલીઓને પકડતા પણ જોવા મળ્યા હતા.

મજાની વાત એ હતી કે જે વિસ્તારમાં માછલીઓનો વરસાદ થયો એ દરિયાકાંઠાથી 280 કિલોમીટર દૂર હતું.

દુનિયામાં એવી ઘણી અજાયબીઓ છે જે આપણી સમજની બહાર હોય છે. જેમાં માછલીનો વરસાદ પણ સામેલ છે.

વિશ્વમાં ચોમાસા દરમિયાન કેટલીક જગ્યાએ માછલીઓનો વરસાદ થવાની ઘટનાઓ નોંધાય છે. આ પ્રકારના વરસાદમાં ક્યારેક મોટા આકારની માછલીઓ પર આકાશમાંથી વરસતી હોય છે જેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાતું હોય છે. જોકે, તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે.

આ વીડિયોમાં આપણે એ સમજીશું કે આવું કેમ થાય છે? આ તમામ બાબતો વિશે જાણો આ વીડિયોમાં.

રજૂઆત - કલ્પના શાહ

ઍડિટ - સુમિત વૈદ

માછલીનો વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images