બૅન્ક, બસ અને રેલવે પર 'ભારત બંધ'ની અસર થઈ શકે, ટ્રેડ યુનિયને હડતાળ કેમ પાડી?

ઇમેજ સ્રોત, bipin tankaria
- લેેખક, સંદીપ રાય
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતનાં દસ ટ્રેડ યુનિયન્સ અને ફેડરેશન્સના ફોરમે નવ જુલાઈ એટલે બુધવારે દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.
બુધવારના દેશભરમાં સામાન્ય હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે.
સામાન્ય હડતાળથી બૅન્કો અને પરિવહન સહિત કેટલીક જાહેર સેવાઓ પર અસર પડી શકે છે.
કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની ચાર લેબર કોડ્સ એટલે કે શ્રમ સંહિતાઓને તુરંત રદ કરવાની માગ કરી છે. આ લેબર કોડ્સ વર્ષ 2020માં ત્રણ કૃષિકાયદા પછી પાસ કરવામાં આવ્યા હતા.
ફોરમે પહેલાં સામાન્ય હડતાળની તારીખ 20 મે નક્કી કરી હતી, પરંતુ ભારત પ્રશાસિત કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા હુમલા પછી આને નવ જુલાઈ સુધી મુલતવી રાખી હતી.
સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)ના એક નિવેદનમાં સામાન્ય હડતાળને સમર્થન આપ્યું છે અને એમએસપી પર ખરીદીની ગૅરંટી આપવાની માગ સરકાર સામે કરી છે.
માગણીઓ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ કેન્દ્રીય શ્રમ મંત્રાલયો સામે 17 માગની સૂચિ મૂકી છે.
ચાર લેબર કોડ્સને રદ કરવા સિવાય આ માગમાં ઇન્ડિયન લેબર કૉન્ફરન્સ (આઈએલસી)ને તત્કાળ આયોજિત કરવાની માગી કરી છે. આ એક ત્રિપક્ષીય એકમ છે જેની છેલ્લી બેઠક નવ વર્ષ પહેલાં 2015માં થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રેડ યુનિયનો અનુસાર કેન્દ્રીય શ્રમકાયદામાં ચાર લેબર કોડ્સને આઈએસલીમાં ચર્ચા વિના જ પસાર કરવામાં આવ્યા હતા.
આ લેબર કોડ્સમાં મુખ્ય રૂપથી 29 કેન્દ્રીય શ્રમકાયદા પણ સામેલ છે.
ટ્રેડ યુનિયનોની પ્રમુખ માગો આ છે –
- ચાર શ્રમ સંહિતાઓને રદ કરવામાં આવે
- ઇન્ડિયન લેબર કૉન્ફરન્સ તુરંત આયોજિત કરવામાં આવે
- લઘુતમ પગાર 26 હજાર પ્રતિ માસ કરવામાં આવે
- 41 ડિફેન્સ ઑર્ડિનેન્સ ફૅક્ટરીના નિગમીકરણને પાછું ખેંચવામાં આવે
- ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ કરવામાં આવે
- નિર્માણ મજૂરો માટેના કલ્યાણ માટે જમા 38 હજરા કરોડ રૂપિયા તુરંત આપવામાં આવે
આ હડતાળથી કોને કોને અસર થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લી હડતાળ વર્ષ 2023માં થઈ હતી, જ્યારે ટ્રેડ યુનિયનોના ફોરમ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે સમગ્ર દેશમાં 22 કરોડ શ્રમિકો અને કર્મચારીઓએ આમાં ભાગ લીધો હતો.
સીટુના જનરલ સેક્રેટરી તપન સેને બીબીસીને કહ્યું કે આ વખતે પણ હડતાળમાં આનાથી વધુ સંખ્યામાં લોકો સામેલ થવાનું અનુમાન છે.
તેમણે દાવો કર્યો કે બૅંકિંગ સેવાઓ, વીમા ક્ષેત્ર, કોલસા અને સ્ટીલના ક્ષેત્રના જાહેર એકમો, રાજ્ય પરિવહન નિગમની સેવાઓ, આંગણવાડી, રાજ્ય કર્મચારી અને અસંગઠિત ક્ષેત્રના ઘણા બધા કર્મચારી આ હડતાળમાં ભાગ લેશે.
તેમણે કહ્યું કે હડતાળ દરમિયાન પ્રદર્શન અને રેલરોકો અભિયાન ચલાવશે. જોકે આ હડતાળમાં રેલવે યુનિયન સામેલ નથી, પરંતુ તેને સમર્થન આપી રહ્યા છે.
જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયલા ભારતીય મજૂર સંઘ (બીએમસી) પણ આ હડતાળમાં સામેલ નથી.
બીએમસીના રાષ્ટ્રીય સંગઠન સચિવ સુરેન્દ્રને બીબીસીને જણાવ્યું કે, આ હડતાળમાં અમે સામેલ નથી અને આમાં બીએમએસથી સંબંધિત યુનિયન અને તેનાથી જોડાયેલા શ્રમિકો ભાગ નહીં લે.
તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં લગભગ 6,300 યુનિયન્સ બીએમસી સાથે સંબંધિત છે અને લગભગ દોઢ કરોડ મજૂર સભ્યો છે.
શ્રમકાયદામાં ફેરફાર મુખ્ય મુદ્દો
ટ્રેડ યુનિયન્સ અનુસાર ચાર લેબર કોડ્સ મારફતે જે 29 શ્રમકાયદા બદલવામાં આવ્યા છે તે કૉર્પોરેટ સેક્ટરને લાભ પહોંચાડવામાં માટે કરવામાં આવ્યા છે.
સીટુના જનરલ સેક્રેટરી તપન સેને કહ્યું કે કેન્દ્ર સરકારે શ્રમકાયદાને સંપૂર્ણ રીતે બદલીને 29 શ્રમકાયદાને રદ કર્યા છે અને તેમની જગ્યાએ ચાર શ્રમસંહિતા લઈને આવી છે.
તેમણે કહ્યું કે, "આ સંહિતાઓમાં સરકારે કાર્યસ્થળ પર કર્મચારીઓના અધિકારો અને ટ્રેડ યુનિયન્સને સંગઠિત કરવાના અધિકારોમાં ભારે ઘટાડો કર્યો છે અને સરકારી અધિકારીઓના અધિકારોને વધાર્યા છે."
ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (એટક)નાં જનરલ સેક્રેટરી અમરજિતકોરે બીબીસીને કહ્યું કે સરકાર કેન્દ્રીય શ્રમકાયદામાં ફેરફાર કરી ચૂકી છે અને રાજ્યો મારફતે તેને નોટિફાઈ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
તેમણે કહ્યું કે, "લેબર કોડ્સ હેઠળ રાજ્ય સરકારોએ ફ્રેમવર્ક બનાવવાનું છે અને તેને નોટિફાઈ કરવાના છે. અત્યાર સુધી અમુક રાજ્યોમાં નવા શ્રમકાયદા નોટિફાઈ કરવામાં આવ્યા છે જ્યાં ભાજપની સરકારો છે, જેમ કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ વગેરે."
ટ્રેડ યુનિયન નેતાઓ કહ્યું કે હડતાળની નોટિસ બાદ અત્યાર સુધી સરકાર તરફથી કોઈ ઠોસ જવાબ નથી મળ્યો.
અમરજિતકોરે જણાવ્યું કે "કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તરફથી ટ્રેડ યુનિયન નેતાઓને મળવાનો સંદેશ આવ્યો હતો, પરંતુ સામૂહિક બેઠક અને ઍજન્ડાને લઈને કોઈ સ્પષ્ટતા નહોતી એટલે બેઠક ન થઈ શકી."
એક દિવસની સામાન્ય હડતાળ, શું બદલાશે?
સામાન્ય હડતાળને લઈને એવા સવાલ થઈ રહ્યા છે કે એક દિવસની હડતાળથી શું બદલાશે, કારણ કે પોતે કેટલાક નેતાઓએ સ્વીકાર કર્યું કે ખાનગી ક્ષેત્રની કેટલીક કંપનીઓ ચાલતી રહેશે.
આની પર તપન સેને કહ્યું કે, "આ એક મહત્ત્વપૂર્ણ સવાલ છે, પણ સમજવાની જરૂર છે કે આ એક દિવસની હડતાળ નથી. ઉદ્યોગમાં નાના-મોટા સંઘર્ષ ચાલતા રહે છે જે એક દિવસની હડતાળમાં પરિણમે છે. "
અમરજિતકોરે કહ્યું કે સતત પ્રદર્શનોને કારણે હજુ સુધી સરકાર ચાર શ્રમસંહિતાને સમગ્ર દેશમાં લાગુ નથી કરી શકી.
તેમણે કહ્યું કે, "ટ્રેડ યુનિયનો 2020થી જ આ શ્રમસંહિતાનો વિરોધ કરી રહ્યાં છે અને ત્યારથી ત્રણ વખત સામાન્ય હડતાળ બોલાવાઈ છે- 2020, 2022 અને 2024માં. આ ચોથી સામાન્ય હડતાળ છે."
પરંતુ તપન સેને કહ્યું કે, "સરકાર શ્રમકાયદાને લઈને આક્રમક નીતિ અપનાવી રહી છે અને સરકારને કોઈ પરવા નથી."
બીએમસી આ હડતાળમાં સામેલ નથી

ઇમેજ સ્રોત, Getty Images
જોકે બધા ટ્રેડ યુનિયન્સ શ્રમસંહિતાઓનો વિરોધ કરતાં આવ્યા છે એવું નથી. બીએમસીએ કેટલીક શ્રમસંહિતાઓને મજૂરો માટે સારી ગણાવી છે.
બીએમસીના રાષ્ટ્રીય સંગઠન સચિવ સુરેન્દ્રને કહ્યું કે, "અમે સરકારને કહ્યું કે વેજ કોડ અને સોશિયલ સિક્યૉરિટી કોડ બહુ સારા છે. આ શ્રમિકોના પક્ષમાં છે."
"અમે સરકારને આને લાગુ કરવાનો આગ્રહ કર્યો છે, પરંતુ કોડ ઑન ઇન્ડસ્ટ્રિયન રિલેશન અને ઑક્યુપશનલ સેફ્ટી, હેલ્થ કોડ (એએસએચ)માં અમારો ઘણો વિરોધ છે અને તેના પર સરકારને અમારું સમર્થન નથી."
તેમણે કહ્યું, "ત્રિપક્ષીય ઇન્ડિયન લેબર કૉન્ફરન્સ જલદી આયોજિત કરવાનું સરકારને કહ્યું છે."
સુરેન્દ્રને કહ્યું કે સરકારે આ વિશે જલદી પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.
લેબર કોડ પર આટલો વિવાદ કેમ છે?
જ્યારે સરકાર લેબર કોડ બિલ લઈને આવી રહી હતી ત્યારે તત્કાલીન શ્રમ અને રોજગાર મામલાના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) સંતોષકુમાર ગંગવારે કહ્યું હતું, આ બિલથી 50 કરોડ શ્રમિકોને ફાયદો થશે. સંગઠિત ક્ષેત્ર સાથે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ આનો ફાયદો મળશે. અત્યાર સુધી 60 ટકા શ્રમિક જૂના કાયદાના દાયરામાં નથી.
પણ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સરકાર પર શ્રમિકો અને ટ્રેડ યુનિયનોના અધિકારમાં ઘટાડો કરવાનો આરોપ મૂક્યો છે.
ટ્રેડ યુનિયન નેતાઓનું કહેવું છે કે શ્રમસંહિતાને ટ્રેડ યુનિયનો સાથે ચર્ચા કર્યા વગર અને ઇન્ડિયન લેબર કૉન્ફરન્સમાં ચર્ચા કર્યા વગર પાસ કરી દીધું છે.
અમરજિતકોરે કહ્યું કે, જ્યારે ત્રણ કૃષિકાયદા પાસ કરવામાં આવ્યા ત્યારે સંસદમાં વૉકઆઉટ થયું હતું. આ દરમિયાન કોઈ ચર્ચા વગર લેબર બિલને પણ પાસ કરી દેવામાં આવ્યું છે.
એમના મતે, ટ્રેડ યુનિયનો સાથે પણ ચર્ચા નહોતી કરવામાં આવી અને સંસદમાં પણ ચર્ચા નહોતી કરવામાં આવી. આ સિવાય ઇન્ડિયન લેબર કૉન્ફરન્સમાં પણ ચર્ચા નહોતી કરવામાં આવી.
જોકે સંતોષ ગંગવારે કહ્યું હતું, કોડ પર ત્રિપક્ષીય ચર્ચા થઈ હતી. આ સાથે આ વેજ કોડનો ડ્રાફ્ટ 21 માર્ચ, 2015થી 20 એપ્રિલ, 2015 સુધી મંત્રાલયની વેબસાઇટ પર પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવ્યો હતો. સામાન્ય જનતાનાં સૂચનોને પણ બિલમાં સામેલ કરાયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
અમરજિતકોરે કહ્યું કે આ લેબર કોડ્સમાં ફૅક્ટરીઓની તપાસની જોગવાઈ હઠાવી દેવાઈ છે, જેનાથી દુર્ઘટના વધી ગઈ છે.
એમણે કહ્યું, "લેબર કોડ્સમાં ટ્રેડ યુનિયન રજિસ્ટ્રેશન મુશ્કેલ બનાવી દીધું છે. યુનિયનનું રજિસ્ટ્રેશન રદ કરવું એટલું આસાન કરી નાખ્યું છે કે કોઈ રજિસ્ટાર મનમરજીથી તેને રદ કરી શકે છે. હડતાળને અસંભવ બનાવી દીધી છે, કારણ કે એમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે હડતાળની નોટિસ આપવામાં આવશે એ દિવસથી રજિસ્ટ્રેશનને રદ કરવાની સમયાવધિની શરૂઆત માનવામાં આવશે અને આ દરમિયાન હડતાળ ગેરકાયદેસર હશે."
"આ સાથે વેતનની પરિભાષા પણ બદલી નાખવામાં આવી છે, જેના કારણે ટેક હોમ સેલરી ઓછી થઈ જશે. ઑક્યુપેશનલ હેલ્થ ઍન્ડ સેફ્ટી કોડ અનુસાર ફેકટરીની તપાસ બંધ કરી દેવાઈ રહી છે જે આંતરાષ્ટ્રીય શ્રમસંગઠન કન્વેન્શનનું ઉલ્લંઘન છે. આ કારણે ફૅક્ટરીઓમાં દુર્ઘટના વધી ગઈ છે."
એમણે કહ્યું કે કામના કલાકો વધારીને 12 કરી દીધા છે.
જોકે શ્રમકાયદાના સેક્શન 25(1)માં કામના આઠ કલાક નક્કી કરવામાં આવ્યા છે, પણ 25 (1) બીમાં કહેવામાં આવ્યું છે કે જરૂર પડે તો કર્મચારી પાસે 12 કલાક સુધી કામ કરાવી શકાય છે.
આ જ રીતે અઠવાડિયામાં છ દિવસથી વધારે કામ કરાવવાની છૂટ આપવામાં આવી છે અને આને બદલે બે મહિનાની અંદર રજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
નવી જોગવાઈમાં ઓવર ટાઇમને ત્રણ મહિનામાં 50 કલાકથી વધારીને 125 કલાક કરી દેવામાં આવ્યા છે. અને આનો અધિકાર નિયોક્તાને આપવામાં આવ્યો છે.
મહિલાઓને પોતાની ઇચ્છા અનુસાર નાઇટ શિફ્ટ કરવાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












