બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલમાં કેવી રીતે જોડાશો?

ઇમેજ સ્રોત, Getty Images
હવે તમે બીબીસી ન્યૂઝ ગુજરાતીના મહત્ત્વનાં બ્રેકિંગ ન્યૂઝ, વિશ્લેષણો અને સ્પેશિયલ ફીચર સીધા વૉટ્સઍપ પર મેળવી શકો છો.
મૅસેજિંગ ઍપ પર અમારી નવી ચેનલને ફૉલો કરતાં લોકો માટે અમારા પત્રકારો સૌથી સારા સ્થાનિક અને વૈશ્વિક સમાચારો ટેક્સ્ટ અને વીડિયોમાં ફૉર્મેટમાં રજૂ કરે છે.
2023માં લૉન્ચ થયેલી વૉટ્સઍપ ચેનલ યૂઝર્સને તેમની પસંદગીની સંસ્થા અને લોકો વિશે સતત અપડેટ મેળવવામાં મદદરૂપ થાય છે. બીબીસીની વૉટ્સઍપ ચેનલ યુકેમાં સપ્ટેમ્બર 2023માં લૉન્ચ કરાઈ હતી. આજે આ ચેનલના 1.3 મિલિયન ફૉલોઅર્સ છે.
હવે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિ ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ બીબીસી કન્ટેન્ટ પોતાના મોબાઇલ ફોનમાં મેળવી શકે છે.
- મોબાઇલ ફોન અથવા વૉટ્સઍપ વેબ થકી અમારી વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
- તમે વૉટ્સઍપની અપડેટ ટેબ પર બીબીબી ન્યૂઝ ગુજરાતી સર્ચ કરી શકો છો.
જો તમે આઇફોનનો ઉપયોગ કરતા હોવ તો અપડેટ ટેબ સ્ક્રીનની ડાબી બાજુએ નીચેની તરફ દેખાશે. ઍન્ડ્રોઇડ ફોનમાં અપડેટ તમારી સ્ક્રીનની ઉપર દેખાશે.
અહીં જ અમારા બધા મૅસેજ તમને જોવા મળશે, જે તમારા રોજિંદા ચેટ ટેબ કરતાં અલગ હશે.
ચેનલની સૌથી ઉપર આવેલી બેલ આઇકોન દબાવો અને અનમ્યુટ કરો, જેથી તમે કોઈ પણ અપડેટ ચૂકી ન જાઓ. તમે કોઈ પણ સમયે ચેનલને મ્યૂટ કરી શકો છો અથવા અનસબસ્ક્રાઇબ કરી શકો છો.
ઇમોજીનો ઉપયોગ કરીને તમે અમારી સ્ટોરીઓ પર પ્રતિક્રિયા આપી શકો છો અને શ્રેષ્ઠ સ્ટોરીઓને વૉટ્સઍપ પર પોતાના પર્સનલ કૉન્ટેક્ટ અને ગ્રૂપમાં શૅર કરી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૉટ્સઍપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મૅટા અનુસાર ચેનલમાં સામેલ કોઈ પણ વ્યક્તિ તમારાં કૉન્ટેક્ટ નંબર, ફોટો, નામ અને ફોન નંબર નહીં જોઈ શકે.
બીબીસીની વૉટ્સઍપ ચેનલ અને કૉમ્યુનિટીમાં તમારી પ્રાઇવસી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો...












