ભયાનક પૂરમાં લોકોનું ઘર સહિત બધું જ તણાઈ ગયું, સ્થાનિકો શું બોલ્યા?
ભયાનક પૂરમાં લોકોનું ઘર સહિત બધું જ તણાઈ ગયું, સ્થાનિકો શું બોલ્યા?
ગત રવિવારથી રાજ્યમાં ચાલી રહેલા અનરાધાર વરસાદ બાદ ભરૂચ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
તેમાં પણ ખાસ કરીને ભરૂચમાં કથિતપણે સરદાર સરોવર ડૅમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતાં જિલ્લાના નીચાણવાળા ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
પૂરની સ્થિતિને કારણે બે દિવસ સુધી પાણી ભરાઈ રહેતાં લોકોએ જાનમાલનું નુકસાન થયાનો આરોપ કર્યો હતો.
કેટલાક દુકાનદારોએ લાખોનો માલ પાણીમાં બગડ્યો હોવાનો આરોપ કરી અધિકારીઓ મંત્રીઓ સામે જાહેરમાં ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.
જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ પૂરમાં ડૂબીને સ્વજનનું મૃત્યુ, ઘરવખરી અને જીવનની આખી મૂડી વહી ગયાનો દાવો કર્યો હતો.
બીબીસી ગુજરાતીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાન અને લોકોની પ્રતિક્રિયા અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.






