લદ્દાખમાં હજારો લોકો રસ્તા પર કેમ ઊતર્યા? શું છે તેમની માંગ?
લદ્દાખમાં હજારો લોકો રસ્તા પર કેમ ઊતર્યા? શું છે તેમની માંગ?
લદ્દાખમાં તાપમાન શૂન્યની નીચે જતો રહ્યો છે. પરંતુ કડકડતી ઠંડી છતાંય હજારો લોકો રસ્તા પર ઊતર્યા છે. તેઓ પ્રદર્શન કરી રહ્યા છે.
બોલીવૂડ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ ફેમ સોનમ વાંગચુક, જેઓ લદ્દાખના ખૂબ જાણીતા સામાજિક કાર્યકર્તા પણ છે, તેઓ પ્રદર્શનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
તેમણે ‘લેહ ચલો’નો નારો આપ્યો અને પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણમની કલમ 370 હઠાવી લીધા બાદ ભાજપ સરકારે વિસ્તારને ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાનો વાયદો કર્યો હતો.
તેમની માગ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજજો અપાવવાની છે.
જુઓ, આ સંપૂર્ણ પ્રદર્શન અંગેનો તલસ્પર્શી અહેવાલ. માત્ર બીબીસી ગુજરાતી સાથે.

ઇમેજ સ્રોત, SonamWangchuk66/YT





