'ધરપકડ બાદ રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ'- કેજરીવાલ ઘરેઘરે આવું કેમ પૂછી રહ્યા છે?

ઇમેજ સ્રોત, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
'શું કેજરીવાલજીને ધરપકડ બાદ રાજીનામું આપી દેવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ?'
આ એ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે જેનો જવાબ જાણવા અને અરવિંદ કેજરીવાલના સમર્થનમાં લોકોને એક કરવા માટે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ઘરે-ઘરે જવાનો નિર્ણય કર્યો છે.
આને લઈને સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાકનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ ધરપકડથી બચવા માગે છે એટલે આમ આદમી પાર્ટી આ પ્રકારનું અભિયાન ચલાવી રહી છે.
પાર્ટીએ શુક્રવાર, એક ડિસેમ્બરથી 'મૈં ભી કેજરીવાલ' સિગ્નેચર કૅમ્પેન શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં આ અભિયાન 20 ડિસેમ્બર સુધી ચાલશે.
આ અભિયાનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, મંત્રી, કૉર્પોરેટર અને બધા જ પદાધિકારીઓ દિલ્હીના બધા જ 2600 પોલિંગ સ્ટેશનને કવર કરશે.
અભિયાનનો બીજો તબક્કો 21થી 24 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં જનસંવાદ કાર્યક્રમ થશે અને આ રીતના સવાલોને આ કાર્યક્રમોમાં પણ ઉઠાવાશે.
હાલ પાર્ટીના અનેક મોટા નેતાઓ વિરુદ્ધ ઈડી અને સીબીઆઈની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીના કથિત શરાબ કાંડમાં કેજરીવાલ સરકારમાં નાયબ મુખ્ય મંત્રી રહેલા મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ જેલમાં છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેંદ્ર જૈન પણ હજી સુધી જેલમાંથી બહાર નથી આવી શક્યા. અને હવે પાર્ટીના મુખ્યા અને સીએમ અરવિંદ કેજરીવાલને પણ ઈડી નોટિસ આપી ચૂકી છે.
એવામાં પાર્ટીના આ પ્રકારના અભિયાનનો શું અર્થ છે? જેમ સોશિયલ મીડિયા પર ચર્ચા કરાઈ રહી છે. શું સાચે ધરપકડના ડરથી આમ આદમી પાર્ટી આ રીતની તૈયારીઓ કરી રહી છે? વધુ એક મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે આ અભિયાન એના માટે કેટલું કારગર સાબિત થઈ શકે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલોના જવાબ જાણવા માટે બીબીસીએ વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી, વરિષ્ઠ ટેલીવિજન પત્રકાર કુષ્ણ મોહન શર્મા અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને વરિષ્ઠ પત્રકાર આશુતોષ સાથે વાત કરી.
‘આ ચિઠ્ઠી જરૂર વાંચો’

ઇમેજ સ્રોત, AAP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હી સરકારમાં મંત્રી અને પ્રદેશના સંયોજક ગોપાલ રાયનું કહેવું છે કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. જેને જોતા 'મૈં ભી કેજરીવાલ' સિગ્નેચર કૅમ્પેન શરૂ કરાયું છે.
તેઓ કહે છે, " ભાજપ ષડયંત્ર કરી રહ્યો છે અને હવે કેજરીવાલની ધરપકડ કરીને દિલ્હીને ઠપ કરવા માગે છે. એવી સ્થિતિમાં દિલ્હીના લોકોનો અભિપ્રાય જાણવા માટે ઘરે ઘરે જઈને તેમને એક ચીઠ્ઠી અપાશે અને તેમની સલાહ લેવાશે."
આ અભિયાનના કેન્દ્રમાં એક પાનાની ચિઠ્ઠી છે. જેનું શીર્ષક છે, "અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ કરવા માગે છે નરેન્દ્ર મોદી?"
અરવિંદ કેજરીવાલની એક તસવીરની સાથે આ ચીઠ્ઠીમાં ચાર સવાલ અને તેના જવાબ લખેલા છે. આ સવાલ છે - શરાબ કાંડ નકલી કેવી રીતે છે?, મોદીજી કેજરીવાલજી સાથે કામની સ્પર્ધા નથી કરી શકતા?, શું મોદીજી ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે? શું કેજરીવાલજીને ધરપકડ બાદ રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ?
આ આખી ચીઠ્ઠીમાં આમ આદમી પાર્ટીએ એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે અરવિંદ કેજરીવાલ પૂર્ણતઃ નિર્દોષ છે, કેન્દ્રની ભાજપ સરકાર તેમને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. અને તેમને જેલમાં નાખવા માગે છે.
સિગ્નેચર કૅમ્પેનથી શું મેળવવા માગે છે આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, AAPKAGOPALRAI
'જનલોકપાલ આંદોલન'થી દિલ્હીની સત્તાના શિખર પર પહોંચવાવાળા અરવિંદ કેજરીવાલ એક વાર ફરીથી જનતા વચ્ચે છે અને પોતાના જાણીતા અંદાજમાં એક રીતે 'રેફરેંડમ' એટલે કે જનમત સંગ્રહ કરાવી રહ્યા છે.
વરિષ્ઠ ટીવી પત્રકાર કૃષ્ણ મોહન શર્મા કહે છે કે આ રીતના અભિયાનથી અરવિંદ કેજરીવાલ એ જાણવા માગે છે કે લોકોનો વિશ્વાસ તેમમાં યથાવત્ છે કે નહીં.
તેઓ કહે છે કે "કેજરીવાલ આ અભિયાનથી ન માત્ર ધરપકડના મુદ્દા પર પણ સાથે પોતાની કમીઓ અને આવનારી ચૂંટણીમાં કયા મુદ્દાઓ પર કામ કરવાની જરૂર છે તેને લઈને તેઓ લોકોની નાડ પારખવા માગે છે. અને ત્યાર બાદ એના જ આધારે પોતાની રણનીતિ નક્કી કરવા માગે છે. કેજરીવાલ સરકાર હંમેશાં સહાનુભૂતીની સરકાર રહી છે. અને તેમાં પણ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન દેખાઈ રહ્યો છે."
કૃષ્ણ મોહન કહે છે, " આ માત્ર સમર્થન એકઠું કરવા માટે કરાઈ રહ્યું છે. જેને વોટર મેનેજમેન્ટ અભિયાન પણ કહી શકાય છે. જો આ અભિયાનથી તેઓ પાંચ લાથ નવા વોટર જોડવામાં પણ સફળ રહે તો આ મોટી સફળતા રહેશે."
વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી આ અભિયાનને એક રણનીતિ તરીકે જોવે છે. તેઓ કહે છે કે પાર્ટીના અનેક નેતાઓના જેલમાં જવાથી અરવિંદ કેજરીવાલ દબાણમાં છે. અને એવી સ્થિતિમાં તેઓ 'કાઉન્ટર ઑફેન્સિવ'ની રણનીતિ પર કામ કરી રહ્યા છે.
હેમંત અત્રી કહે છે, "પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જો ભાજપના પક્ષમાં નહીં આવે તો તેઓ ઈન્ડિયા ગઠબંધન પ્રત્યે આક્રમક થઈ શકે છે. અને તેમનું પહેલું નિશાન અરવિંદ કેજરીવાલ થશે. એવામાં કેજરીવાલ આ રીતના અભિયાનથી આક્રામક થવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેનાથી તેઓ પહેલાંથી જ સામેવાળા પર દબાણ ઊભું કરી શકે."
જેલમાંથી સરકાર ચલાવી શકાય

ઇમેજ સ્રોત, AJAYDUTT48
આમ આદમી પાર્ટી અનેકવાર કહી ચૂકી છે કે જો ઈડી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરે પણ છે તો તેઓ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવશે.
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને વરિષ્ઠ પત્રકાર આશુતોષ પણ અરવિંદ કેજરીવાલની ધરપકડની શક્યતાની વાત કરે છે.
તેઓ કહે છે, " દેશમાં ક્યારેય એવું નથી થયું કે કોઈ જેલમાં ગયું હોય અને તેણે જેલમાંથી સરકાર ચલાવી હોય. જ્યારે બિહારના મુખ્ય મંત્રી લાલુપ્રસાદ યાદવ, તમિલનાડુનાં મુખ્ય મંત્રી જયલલિતા અને કર્ણાટકના મુખ્ય મંત્રી યેદિયુરપ્પા જેલમાં ગયા તો તેમણે રાજીનામું આપવું પડ્યું હતું."
આશુતોષ કહે છે, "આ બંધારણીય નૈતિકતાનો સવાલ વધુ છે અને એવામાં જો તેમની ધરપકડ થાય તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. જો કોઈ વિપક્ષી પાર્ટીના નેતા પર આરોપ લાગે તો તાત્કાલિક તેમના રાજીનામાની વાત કરે છે. અને હવે જ્યારે તેમના પર વાત આવી તો તેઓ જનતાની વચ્ચે જાય છે. આ બધુ જ નાટક છે. હવે એનો કોઈ ફાયદો નથી થવાનો."
તેઓ કહે છે કે જેલમાં રહીને સરકાર ચલાવવામાં બીજા પણ પડકારો છે.
હેમંત અત્રી કહે છે "જો ક્લાસ 4નો સરકારી કર્મચારી પણ જેલમાં જાય કે પોલીસ તેને રિમાંડ પર લે છે તો 24 કલાકની અંદર તે સત્તાવાર રીતે સસ્પેન્ડ થઈ જાય છે. એવામાં મુખ્ય મંત્રી તો બહું મોટું પદ છે."
હેમંત અત્રી કહે છે કે ધરપકડ બાદ જેલમાંથી સરકાર ચલાવવાનો સવાલ જે આમ આદમી પાર્ટી પૂછી રહી છે, તે પોતાનામાં જ લૉજિકલ નથી, તે માત્ર રાજકીય દેખાડો છે.
જોકે તેઓ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરે છે જેમાં કેટલાક નેતાઓએ જેલમાં રહીને જ સંવિધાનિક પદો પર કામ કર્યું છે.
તેઓ કહે છે, " દિલ્હીના જેલ મંત્રી સત્યેંદ્ર જૈન જ્યારે જેલમાં ગયા તો તેમણે અનેક સપ્તાહો બાદ રાજીનામું આપ્યું હતું. વર્ષ 2009થી 2014 સુધી હરિયાણામાં ઓમ પ્રકાશ ચૌટાલા વિપક્ષના નેતા હતા. અને તિહાડ જેલમાં બંધ હતા. આ એક સંવિધાનક પદ છે. અને આ પદ પર રહેનારી વ્યક્તિને કેબિનેટ મંત્રીની રૅન્ક મળે છે. "
તેઓ કહે છે, "ઓમ પ્રકાશ ચૌટાલાને સજા સંભળાવવામાં આવી હતી. અને તેમણે પોતાના પદ પરથી ક્યારેય રાજીનામું નહોતું આપ્યું. જે પણ ફાઇલો હતી એ જેલમાં જતી હતી. અને ત્યાંથી તેઓ પોતાનું કામ કરતા હતા. કારણ કે ઘણી બધી સંવૈધાનિક નિયુક્તિઓમાં પણ વિપક્ષના નેતાની જરૂર હોય છે."
ઉપરાજ્યપાલની ભૂમિકા
વરિષ્ઠ પત્રકાર કૃષ્ણમોહન શર્મા કહે છે કે દિલ્હીના અસલી બૉસ ઉપરાજ્યપાલ છે અને જો એવી સ્થિતિ દિલ્હીમાં ઊભી થાય તો તેમનું ઍક્શન જોવા લાયક હશે.
તેઓ કહે છે, "દિલ્હીમાં 239 એએની જોગવાઈ છે, જેની હેઠળ ઉપરાજ્યપાલ પાસે વિશેષ પ્રાવધાન છે. તેઓ કેજરીવાલને બોલાવીને એવું કહી શકે છે કે તમે રાજીનામું આપો નહીં તો અમે તમને હટાવીશું."
કૃષ્ણમોહન દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ વિજય કપૂરના સમયની એક ઘટનાનો ઉલ્લેખ કરે છે. તેઓ દિલ્હીમાં એપ્રિલ 1998થી જૂન 2004 સુધી ઉપરાજ્યપાલ રહ્યા હતા.
તેઓ કહે છે, "વિજય કપૂરના સમયમાં દિલ્હીનાં મુખ્ય મંત્રી શિલા દીક્ષિતના ચાર મંત્રીઓ પર ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા હતા. તેમણે મુખ્ય મંત્રીને બોલાવીને કહ્યું હતું કે સાંજે પાંચ વાગ્યા સુધી જો તમે મંત્રીઓનું રાજીનામું ન લીધું તો તેઓ તેમને સસ્પેન્ડ કરી દેશે અને શિલા દીક્ષિતે રાજીનામાં લેવા પડ્યાં હતાં."














