દિલ્હી : 'અમે તો અહીં જ ગૂંગળાઈને મરી જઈશું', ઝેરીલી હવા લેવા મજબૂર લોકોની કહાણી
છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં વાયુપ્રદૂષણનું સ્તર સતત 'ગંભીર' શ્રેણીમાં છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, 14 નવેમ્બરે દેશની સૌથી ખરાબ હવા દિલ્હીની હતી. ત્યાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર કરી ગયો હતો.
દિલ્હીની લગભગ ત્રણ કરોડની વસતી ઝેરી હવા શ્વાસમાં લેવા માટે મજબૂર છે.
સ્થિતિ એવી છે કે વાયુપ્રદૂષણના નિયંત્રણ માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન-3 લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે શહેરનો AQI 400ને પાર જાય ત્યારે જ આમ કરવામાં આવે છે.
રાજધાનીમાં રહેતા લોકો માટે આ એક એવી ઘટના બની ગઈ છે જે દર વર્ષે શિયાળાની ઋતુમાં દસ્તક આપે છે અને તેનાથી બચવાનો તેમની પાસે કોઈ ઉકેલ નથી.
દિલ્હીમાં આ સમયે ઘણા એવા હોય પણ છે, જે શહેર છોડીને અન્ય જતા રહે છે. જોકે આર્થિક રીતે સધ્ધર ન હોય એવા લોકો માટે પ્રદૂષણને વેઠવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો.
શહેરની ગલીઓમાં અને રસ્તા પર લારી ચલાવતા અનેક લોકો રોજ ઝેરીલી હવામાં શ્વાસમાં લેવા મજબૂર છે.
આ વીડિયોમાં એવા લોકોની કહાણી છે, જે આ ઝેરીલી હવા રોજ લે છે અને ભવિષ્યને લઈને ચિંતિત છે.
શહેરમાં ધુમ્મસનું જે પ્રમાણ છે તે અત્યંત જોખમી છે. પરંતુ વાયુપ્રદૂષણની અસર અમીર પર અને ગરીબ પર અલગ-અલગ હોય છે.
બીબીસી સંવાદદાતા સુમેધા પાલનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



