ભાવનગર : 'ઈદ આવે છે, રમજાન ચાલે છે અને અમારાં ઘર તોડી નાખ્યાં', ડિમોલિશન બાદ લોકોની વ્યથા
ભાવનગર મહાનગરપાલિકાએ ગઢેચી નદીના પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલિશન કામગીરી હાથ ધરતાં અનેક પરિવારો મકાન ગુમાવવાને કારણે રઝળી પડ્યા છે.
ભાવનગરના કુંભારવાડા, મોતી તળાવ, મિલની ચાલી, ધોબી સોસાયટી સહિતના વિસ્તારોમાં નદીકાંઠે બનેલાં ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
આ કારણે અનેક મુસ્લિમ રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોએ ઘર ગુમાવતા પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને રમઝાન મહિનામાં હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરી સામે નારાજગી જાહેર કરી હતી.
અહીંના મુસ્લિમ રહેવાસીઓની માગ છે કે એમને રહેવા માટે અન્ય જગ્યા કે મકાન ફાળવવામાં આવે.
આ સાથે ભાવનગર મહાનગરપાલિકાએ સરખી જાણ કર્યા વગર ડિમોલેશનની કામગીરી કરી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો.
જોકે આની સામે પ્રતિક્રિયા આપતા ભાવનગર મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ ડિમોલિશન કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
આ આખી ઘટના અંગે વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



