મોદી ફૅક્ટર લોકસભા ચૂંટણીમાં કેટલું અસરકારક રહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંજયકુમાર
- પદ, સીએસડીએસ
અઢારમી લોકસભા માટે થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને પોતાના પ્રચાર અભિયાનનો ચહેરો બનાવવાની રહી હતી.
ગઠબંધનના ઉમેદવારોએ મતદારોને સતત એ વાત ભારપૂર્વક જણાવી કે આ વખતનું મતદાન તેમના માટે નહીં, પરંતુ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે છે.
પીએમ મોદીએ આખા દેશમાં માત્ર ભાજપના ઉમેદવારો માટે જ નહીં, પરંતુ પોતાનાં સહયોગી દળોના ઉમેદવારો માટે પણ પ્રચાર કર્યો હતો.
વિપક્ષી ગઠબંધન આ ચૂંટણી નેતૃત્વની લડાઈ ન બની જાય તે માટે સજાગ હતું અને જાણી જોઈને વડા પ્રધાનના પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું ન હતું.
'લોકનીતિ-સીએસડીએસ ડેટા 2024' ચૂંટણીમાં પરિણામો પર નેતૃત્વ ફૅક્ટર પર સંભવિત અસર દર્શાવે છે.
બંને ગઠબંધનના બે નેતાઓ વચ્ચે કોઈ સ્પષ્ટ ટક્કર ન હતી. આમ છતાં મતદારોમાં વડા પ્રધાનના પદ માટે મોદી પ્રથમ પસંદગી બની રહ્યા હતા.
જવાબ દેનારા દર 10 લોકોમાંથી ચાર કરતા થોડા જ વધુ (41 ટકા) લોકોએ જણાવ્યું કે વડા પ્રધાન પદ માટે તેમની પસંદગી નરેન્દ્ર મોદી હતા.
રાહુલ ગાંધીનું નામ એક ચતુર્થાંશથી થોડા વધુ (27 ટકા) લોકોએ લીધું (જુઓ કોષ્ટક 1).
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


અહીં એ જણાવવું મહત્ત્વપૂર્ણ હોઈ શકે કે વડા પ્રધાનપદના પસંદગીના ઉમેદવાર માટે આ અગાઉની ચૂંટણીમાં સવાલો પૂછવામાં આવ્યા હતા.
આ વખતે 2019ની સરખામણીમાં વડા પ્રધાનપદના પસંદગીના વિકલ્પ તરીકે નરેન્દ્ર મોદીના ઉલ્લેખમાં 6 ટકાનો ઘટાડો થયો છે.
જ્યારે વડા પ્રધાનના પદ માટે પસંદગીના વિકલ્પ તરીકે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો તફાવત આઠ ટકા ઘટી ગયો છે.
એક દાયકા અગાઉ આ તફાવત 22 ટકા હતો ( કોષ્ટક 2).

મોદી પીએમ ઉમેદવાર હતા, મતદારો પર શું અસર થઈ?

શું મતદાનના નિર્ણયમાં વડા પ્રધાનપદ માટે પ્રાથમિકતાની કોઈ અસર પડી?
જવાબ આપનારા દર 10માંથી 6 લોકોએ કહ્યું કે મતદાનના તેમના નિર્ણય પર તેની અસર પડી હતી.
જે ઉત્તરદાતાઓએ ભાજપને મત આપ્યો હતો તેમાંથી ત્રણ ચતુર્થાંશે જણાવ્યું કે તેની અસર પડી હતી, જ્યારે દર 10માંથી ચાર ઉત્તરદાતાએ જણાવ્યું કે તેની બહુ વધારે અસર પડી હતી.
ભાજપના સાથી પક્ષોના મામલે દર 10માંથી 6 લોકોએ કહ્યું કે આ ફૅક્ટરની અસર હતી અને એક ચતુર્થાંશે કહ્યું કે આની મોટી અસર પડી હતી.
પરંતુ જે લોકોએ કૉંગ્રેસ અને સાથી પક્ષો માટે વોટ આપ્યો તેમાં પ્રાથમિકતા નક્કી કરવામાં નેતૃત્વના ફૅક્ટરની અસર બહુ ઓછી હતી.
આ ફૅક્ટરની બહુ વધારે અસર પડી તેવો દાવો કરનારાઓમાં ભાજપ અને તેના સાથી પક્ષોની તુલનામાં કૉંગ્રેસને મત આપનારાઓ માટે આ બહુ મોટો મુદ્દો ન હતો (કોષ્ટક 3).

એ વાત પર પ્રતિક્રિયા લેવાઈ હતી કે જો નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર ન હોત તો શું મતદાનની પ્રાથમિકતામાં કોઈ ફેરફાર થયો હોત કે કેમ.
વર્ષ 2014માં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ભાજપને મત આપનારાઓમાંથી એક ચતુર્થાંશ કરતા થોડા જ વધુ (27 ટકા) લોકોએ જણાવ્યું કે તેમણે જે રીતે મત આપ્યો તે રીત બદલી નાખી હોત.
વર્ષ 2019માં બે તૃતીયાંશ (32 ટકા) લોકોએ આ વલણ અપનાવ્યું હતું.
આ વખતનું સર્વેક્ષણ દેખાડે છે કે ભાજપને મત આપનારાઓમાં એક ચતુર્થાંશ (25 ટકા) લોકોએ કહ્યું કે મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર ન હોત તો તેમણે મત આપવાની રીત બદલી નાખી હોત.
આ આંકડો છ ટકા ઘટી ગયો.
આ રીતે ભાજપે પોતાના ચૂંટણીપ્રચારને ભાજપ કેન્દ્રિત બનાવી દીધો. આમ છતાં જે લોકોએ ભાજપને વોટ આપવાની વાત કરી તેમાંથી દર 10માંથી છ (56 ટકા) લોકોએ કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર ન હોત તો પણ તેઓ તે જ પક્ષને મત આપવાનું ચાલુ રાખ્યું હોત.
સ્પષ્ટ રીતે દેખાય છે કે મતદારોને ભાજપ તરફ વાળવામાં મોદી ફૅક્ટરની ક્ષમતા એક દાયકામાં સ્થિર થઈ ગઈ હોય તેમ લાગે છે.
વધતો અસંતોષ

એનડીએને બહુમત અપાવતા ફૅક્ટર હોવા છતાં બેરોજગારી, મોંઘવારી, ઘટતી આવક અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર વર્તમાન સરકારે ધ્યાન નહોતું આપ્યું.
આ મુદ્દાઓએ ઘણી હદ સુધી વર્તમાન સરકારને ટેકો આપવામાં મતદારોને હતોત્સાહ કર્યા છે.
ઉદાહરણ તરીકે એપ્રિલ 2024માં ચૂંટણી અગાઉના સરવે દરમિયાન દર ત્રીજા મતદાર માટે બેરોજગારી એક મોટો મુદ્દો હતો.
જોકે, પ્રચાર દરમિયાન મતદારો વચ્ચે કદાચ રોજગારીના વાયદા મતદારોની વચ્ચે ગૂંજવાના કારણે ચૂંટણી પછી સરવેમાં તે ઘટીને 27 ટકા થઈ ગયું.
મોંઘવારીને લઈને ચિંતાઓ એપ્રિલ (ચૂંટણી અગાઉ 20 ટકા)ની સરખામણીમાં ચૂંટણી પછી (30 ટકા) ઘણી વધી ગઈ (કોષ્ટક નીચે).
તેથી આવાં પરિણામો આવવાં એ મતદારોના મૂડ અને તેમની પસંદગીનું પ્રતિબિંબ પાડે છે.
એનડીએને બહુમતી આપવાનો નિર્ણય મિશ્ર ધારણાની અભિવ્યક્તિ છે.
એનડીએના પ્રદર્શનથી સંતુષ્ટ હોવાના કારણે તેણે ઘણા લોકોને વધુ એક તક આપવા માટે પ્રેરિત કર્યા. જ્યારે અસંતોષ પરથી જાણવા મળે છે કે મતદારોએ ભાજપને પોતાના દમ પર સ્પષ્ટ બહુમત ન આપીને સંયમ રાખ્યો છે.














