મહીસાગર: સ્થાનિક આદિવાસીઓ એવી દેશી કોઠી બનાવે છે જેમાં વર્ષો સુધી અનાજ સાચવો તો પણ બગડતું નથી
મહીસાગર: સ્થાનિક આદિવાસીઓ એવી દેશી કોઠી બનાવે છે જેમાં વર્ષો સુધી અનાજ સાચવો તો પણ બગડતું નથી
આધુનિક કન્ટેનરોને ટક્કર મારે એવી કોઠી એટલે કડા આકડિયાની કોઠી.
જ્યારે આધુનિક સંસાધનો નહોતાં કે પ્લાસ્ટિક સ્ટીલના ડબ્બા પણ નહોતા ત્યારે લોકો આ કોઠીઓનો વપરાશ અનાજ ભરવા કરતા હતા.
મહીસાગર જિલ્લાના બાબલીયા ગામના આદિવાસીઓ આજે પણ આ કોઠીઓ બનાવે છે.
આ કોઠી બનાવતા સ્થાનિકોનું કહેવું છે કે બજારમાં મળતા પ્લાસ્ટિક કે પતરાના ડબ્બામાં અનાજ બગડી જાય છે.
પણ આ કોઠીમાં નથી તેમાં જીવાત પડતી કે નથી તેને બાફ લાગતો.
જુઓ, કેવી રીતે બને છે આ આધુનિક ટૅકનૉલૉજીને શરમાવતી કોઠી. માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



