માત્ર એક વાર પહેરી શકાય એ ઝગમગતા ક્રાઉનની ખાસિયત શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
સદીઓ જૂની રાજ્યાભિષેકની પરંપરા પ્રમાણે, 6ઠ્ઠી મેએ કિંગ ચાર્લ્સ IIIના માથા પર ઐતિહાસિક સેન્ટ ઍડવર્ડ્સ ક્રાઉન મૂકવામાં આવ્યો. જોકે, તેઓ આ તાજ એક કલાક કરતાં ઓછા સમય સુધી જ પહેરશે અને ત્યારબાદ તેઓ ફરી ક્યારેય નહીં પહેરે.
આવો આપણે આ અદ્ભુત તાજ અને તેની ભૂમિકા પર એક નજર કરીએ.

ઇમેજ સ્રોત, Getty Images
તેમનાં માતાના નિધન પછી તરત જ ચાર્લ્સ સમ્રાટ બન્યા હતા, પરંતુ રાજ્યાભિષેક એક એવી પરંપરા છે, જે બાદ પ્રતીકાત્મક રીતે સમ્રાટનો કાર્યકાળ શરૂ થાય છે.
માત્ર તાજપોશી સમયે જ પહેરાતા આ કિંમતી તાજની એક ઝલક જોવી આ એક દુર્લભ ક્ષણ હોય છે.
360 વર્ષ જૂનો આ તાજ 22 કૅરેટ સોનાથી બનેલો છે. આ તાજ 30 સેમીથી વધુ લાંબો છે, જેનું વજન અંદાજે બે કિલો 230 ગ્રામ છે. આ તાજનું વજન બે અનાનસ જેટલું છે.
આ પહેલાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે 1953માં પોતાની તાજપોશી વખતે આ તાજ પહેર્યો હતો અને છેલ્લાં 70 વર્ષથી આ તાજ કદાચ જ ટાવર ઑફ લંડનમાંથી બહાર આવ્યો હશે.
એક ડૉક્યુમેન્ટરી શૂટ કરતી વખતે મહારાણીએ પૂછ્યું હતું કે, “શું આ હજુ પણ ભારે છે?” અને ખરાઈ કરવા માટે તેમણે જાતે ઉપાડીને જોયો હતો અને કહ્યું હતું કે, “આ હજુ પણ એટલો જ ભારે છે.”
આ તાજમાં 444 રત્ન જડેલાં છે. જેમાં મોંઘા નીલમ, માણેક અને પોખરાજ સામેલ છે. તેમાંથી મોટા ભાગના વાદળી રંગનાં સમુદ્રી રત્ન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજમાં જે રત્ન જડવામાં આવ્યાં છે, તેને પહેલાં સરળતાથી અલગ કરી શકાતાં હતાં. માત્ર તાજપોશી દરમિયાન જ આ રત્નોને તાજમાં જડવામાં આવતાં હતાં.
20મી સદીમાં રત્નોને તાજમાં ફિટ કરી દેવામાં આવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
આ તાજ ચાર્લ્સ દ્વિતીય માટે 1661માં તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું નામ ઍંગ્લોસેક્સન રાજા અને સૅન્ટ ઍડ્વર્ડ ધ કન્ફેસરના નામ પર રાખવામાં આવ્યું હતું.
11મી સદીનાં વસ્ત્રોવાળા એક પેઇન્ટિંગમાં એક તાજ પહેરેલો જોવા મળ્યો હતો.
ઍડ્વર્ડ્સ ક્રાઉનને તેમના નિધન બાદ પવિત્ર ચિહ્ન તરીકે માનવામાં આવે છે. એવું કહેવાય છે કે 1220માં હેનરી તૃતીયની તાજપોશી અને ત્યારપછીના રાજાની તાજપોશીમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
17મી સદીમાં ચાર્લ્સ પ્રથમની હત્યા બાદ ઓલિવર ક્રૉમવેલના કાર્યકાળ દરમિયાન આ તાજ અન્ય શાહીચિહ્નો સાથે લગાવી દેવામાં આવ્યો હતો.
ક્રૉમવેલના નિધન બાદ રાજશાહીનો સમય પાછો આવ્યો અને કિંગ્સ ચાર્લ્સ દ્વિતીયે શાહી તાજ અને ઍડ્વર્ડ્સ ક્રાઉન સહિત અન્ય કેટલાંક શાહી આભૂષણ ફરી બનાવડાવ્યા. (ઉપરની તસવીરમાં તેમણે પહેરેલા જોઈ શકો છો)

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એવું માનવામાં આવે છે કે ઍડ્વર્ડના તાજમાં ઘણાં ઓછાં રત્નો જડેલાં હતાં. જોકે ચાર્લ્સ દ્વિતીયે તેમના તાજમાં હીરા અને રંગબેરંગી રત્નો લગાવ્યાં હતાં. શાહી આભૂષણ ઇતિહાસકાર એના કી અનુસાર, તેને ખાસ કરીને એક ખાનગી બૅંકર અને જ્વેલર રૉબર્ટ વાયનર પાસેથી લગભગ 500 પાઉન્ડમાં લેવામાં આવ્યો હતો.
ક્રાઉનમાં ચાર ક્રૉસ છે અને બે ફ્લેર-ડિ-લિસ છે અને બે મહેરાબ મધ્યમાં મળે છે.
આ મહેરાબ સોનાની નાની-નાની પાંદડીથી ઢંકાયેલો છે. પહેલાં ત્યાં મોતીઓની હરોળ હતી.
તાજના શીર્ષ પર બનેલા ક્રૉસ પર ગોળ ટપકાં છે અને શાસકની દુનિયાના પ્રતીકના રૂપમાં એક સર્કલ બનેલું છે.
આ તાજ 1661માં ભલે બનેલો હોય, પરંતુ સેન્ટ ઍડ્વર્ડ્સ ક્રાઉન પહેરનારા ચાર્લ્સ સાતમા શાસક હશે.
આ જ કારણથી આ તાજ આટલા લાંબા સમય સુધી આ સ્થિતિમાં હતો. સંસદનું સત્ર શરૂ થાય ત્યારે રાજા અને રાણી જે શાહી તાજ પહેરે છે, તે ઍડ્વર્ડ્સ ક્રાઉન નથી.
ચાર્લ્સ દ્વિતીયના ઉત્તરાધિકારી જેમ્સ દ્વિતીય અને વિલિયમ તૃતીય બંનેને તાજપોશી સેન્ટ ઍડ્વર્ડ્સ ક્રાઉનથી થઈ હતી. પરંતુ ધીરે-ધીરે શાહી ફેશન બદલાતી ગઈ અને લગભગ 200 વર્ષ સુધી તે ફરી પહેરાયો નહીં. જોકે વચ્ચે-વચ્ચે શાહી પ્રદર્શનમાં તે જોવા મળ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
કિંગ ઍડ્વર્ડ સાતમા તેને પોતાની તાજપોશીમાં 1902માં પહેરવાના હતા, તેમની માટે તે ખાસ પ્રકારે તૈયાર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તાજપોશી પહેલાં જ બીમાર થઈ ગયા અને તેમની તાજપોશી હળવા વજનના શાહી તાજ સાથે કરાઈ હતી.
ઍડ્વર્ડ સપ્તમ બાદ જ્યૉર્જ પાંચમાએ આ તાજની પહેરવા માટે પસંદગી કરાઈ હતી અને રત્નોને તાજમાં ફિટ કરી દેવાયાં હતાં. આ તાજમાં ડઝન કિંમતી સમુદ્રી મોતી પણ સામેલ હતાં.
રત્નનિષ્ણાત કિમ રિક્સે જણાવ્યું હતું કે આ આભૂષણ મૂળ તાજનો હિસ્સો ન હતા, પરંતુ 20મી સદીમાં શાહી ઘરાનાના લોકો અને ફેબર્જ જેવા શાહી જૌહરિયોએ તેને ઘણો લોકપ્રિય બનાવી દીધો હતો.
જ્યૉર્જ VI એ પણ તેને પહેર્યો અને અંતિમ વખત તેને ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પોતાની તાજપોશી દરમિયાન પહેર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આપણે જોઈ શકીએ છીએ કે આ બંને તરફથી એક જેવો જ દેખાય છે.
આ તાજનો આગળનો અને પાછળનો ભાગ ઓળખવાની સરળ રીત અલગ-અલગ રંગનાં રત્ન છે, પરંતુ તેને લઈને સંશયની સ્થિતિ પણ પેદા થઈ ચૂકી છે.
જ્યૉર્જ Vની તાજપોશી પહેલાં તાજ પર લાલ રંગનો દોરો બાંધવામાં આવ્યો હતો, જેથી તેના આગળ અને પાછળના ભાગનું અંતર સ્પષ્ટ થઈ શકે, પરંતુ સમારોહ પહેલાં જ એ દોરો ક્યાંક પડી ગયો હતો.
સમ્રાટે લખ્યું હતું કે, “તાજ તેની સાચી જગ્યાએ હોય, પરંતુ ડીન અને આર્કબિશપ તેને એટલો ફેરવી રહ્યા હતા કે મને ખબર જ ન પડી કે તે બરાબર પહેરવામાં આવ્યો હતો કે નહીં.”
ભલે તે જાહેરમાં ક્યારેક જ જોવા મળ્યો હોય, પણ તે જાણીતો લાગી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમે તેને બ્રિટિશ પાસપૉર્ટ અથવા લેટરબૉક્સ પર જોઈને ઓળખી શકો છો.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયે સેન્ટ ઍડ્વર્ડ્સ ક્રાઉનને એક શાહી પ્રતીકરૂપે લોકપ્રિયતા અપાવી છે. જોકે કૉલેજ ઑફ આર્મ્સ અનુસાર, કિંગ્સ ચાર્લ્સના નવા લોગો પર જોવા મળી રહેલો તાજ ટ્યૂડર તાજ જેવો વધુ દેખાય છે. તેઓ જણાવે છે કે આ બંને તાજના મહેરાબ અલગ-અલગ દેખાય છે.
જોકે રાજ્યાભિષેક માટે સેન્ટ ઍડ્વર્ડ્સ ક્રાઉનનું મહત્ત્વ છે.
શાહી પરિવારના ઇતિહાસકાર ચાર્લ્સ ફેરિસનું કહેવું છે કે સેન્ટ ઍડ્વર્ડ્સ ક્રાઉનની ખાસિયત એ છે કે તે માત્ર તાજપોશી સમયે જ ઉપયોગી થાય છે. તેથી તેનો એક ‘અનોખા ક્રાઉનના રૂપમાં જાદુ જળવાઈ રહે છે.’
તેથી તેને જાહેરમાં જોવાની એક દુર્લભ ક્ષણ તાજપોશી વખતે જ હતી.
ત્યારબાદ સેન્ટ ઍડ્વર્ડ્સ ક્રાઉનને ફરી ટાવર ઑફ લંડનમાં મૂકી દેવાશે અને ફરી એક નવા રાજાના આગમન સમયે તે તાજપોશી દરમિયાન જોવા મળશે.














