નીતિન ગડકરી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનાં પરિણામ પર શું બોલ્યા?
નીતિન ગડકરી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનાં પરિણામ પર શું બોલ્યા?
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પરિણામ આવી ગયાં છે.
હરિયાણામાં ચૂંટણીપંચના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ભાજપ 39 બેઠક જીત્યો છે અને 9 બેઠક પર આગળ છે. તો કૉંગ્રેસે 31 બેઠક પર જીત મેળવી છે અને 6 બેઠક પર આગળ છે.
રાજ્યની કુલ 90 બેઠકો છે અને બહુમતી માટે 46 બેઠકો હોવી જરૂરી છે.
તો જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં નૅશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી ગઈ છે.
નૅશનલ કોન્ફરન્સને 42 બેઠક પર જીત મળી છે અને કૉંગ્રેસના ખાતામાં છ બેઠક આવી છે. તો ભાજપને 29 બેઠક મળી છે. પીડીપીને માત્ર ત્રણ બેઠક મળી છે.
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હરિયાણામાં ભાજપની જીત પર શું બોલ્યા? જમ્મુ-કાશ્મીરના પરિણામ વિશે શું કહ્યું?
કલેક્ટિવ ન્યૂઝરૂમનાં સીઇઓ રૂપા ઝાએ નીતિન ગડકરી સાથે ખાસ વાત કરી.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



