તબલાની થાપથી એક અંધ વ્યક્તિનું જીવન કેવી રીતે બદલાઈ ગયું?
તબલાની થાપથી એક અંધ વ્યક્તિનું જીવન કેવી રીતે બદલાઈ ગયું?
મહારાષ્ટ્રના અકોલામાં રહેતા તબલા વાદક અરુણ જંજાલ જોઈ શકતા નથી, પણ પોતાની આવડતના આધારે ખ્યાતિ મેળવી રહ્યા છે.
તેમના ભાઈની મદદથી અરુણના વીડિયોને ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેના આધારે તે પોતાના ઘર-ખર્ચને પહોંચી વળવા સક્ષમ બન્યા છે. સાથેસાથે જ તે પોતાની આવડતને વધુને વધુ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
સ્થાનિક રીતે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવાથી લઈને સોશિયલ મીડિયા સ્ટાર બનવા સુધીની તેમની સફરમાં સંગીત પ્રત્યેનો તેમનો જુસ્સો અને પ્રેમ જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



