Tapi: તાપીના આ યુવા ખેડૂત શિમલા મરચાંની ખેતી કરી કઈ રીતે લાખોની કમાણી કરી રહ્યા છે?
Tapi: તાપીના આ યુવા ખેડૂત શિમલા મરચાંની ખેતી કરી કઈ રીતે લાખોની કમાણી કરી રહ્યા છે?
તાપીના એક યુવા ખેડૂતે પરંપરાગત ખેતીને બદલે શિમલા મરચાંની ખેતી કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ તેઓ પોતે તો આ ખેતીથી લાખોની કમાણી કરાવી રહ્યા છે, સાથે સાથે અનેક લોકો માટે રોજગારી પણ ઊભી કરી છે.
તાપી જિલ્લાના વાલોળ તાલુકાના પેલાડ બુહારી ગામમાં રહેતા મેહુલ પટેલે તેમની 1 એકર જમીનમાં હાઈ ટેક ગ્રીન હોઉસ બનાવી ટપક પદ્ધત્તિનો ઉપયોગ કરીને સિમલા મરચાનું ઉત્પાદન કર્યું છે.
મેહુલ ભાઈ કહે છે કે, "અમે અઠવાડિયામાં 300થી 400 કિલો સીમલા મરચાની લણણી કરીયે છીએ."
જાણો કેવી રીતે તેઓ ખેતી કરે છે અને કેટલું કમાય છે આ પદ્ધતિથી આ વીડિયોમાં.




