નર્સની નોકરી છોડીને ખેતી કરતાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન,
નર્સની નોકરી છોડીને ખેતી કરતાં મહિલાની કહાણી

કાવ્યા દાતખિલે હાલ પુણે જિલ્લામાં આવેલા જુન્નર તાલુકામાં દાતખિલી વાડી ગામમાં રહે છે.

તેઓ શહેરમાં નોકરી છોડીને દોઢ વર્ષ અગાઉ પોતાનાં ગામમાં પરત ફર્યાં હતાં. ત્યાં તેમણે માટીમાં કામ કરવાનું શરૂ કર્યું.

દિવ્યા દાતખિલે કહે છે કે અમને વડીલો પાસેથી ખેતી માટેની જમીન મળી હતી. પરંપરાગત રીતે અમે અત્યાર સુધી ખેતીમાં રાસાયણિક ખાતનો ઉપયોગ કરતાં હતાં. પણ આપણે ભૂલી ગયાં કે આ માટીમાં કેમિકલયુક્ત ખાતરની નીચે સૂક્ષ્મ જીવો પણ છે.

તેઓ કહે છે, મેં બીએસસી નર્સિંગ ડિગ્રીના કોર્ષ સાથે પૂર્ણ કર્યું. ત્યાર બાદ મેં ટાટા હૉસ્પિટલમાં બે વર્ષ સુધી પ્રૅક્ટિસ કરી. ત્યાર બાદ મને મુંબઈના સિઓન હૉસ્પિટલમાં નોકરી મળી. તે કાયમી જગ્યા હતી અને શરૂઆતનું પૅકેજ 75 હજારનું હતું. પણ નોકરીમાં સંતોષ નહોતો. અને આ સંતોષ શોધવા માટે હું મારા હોમ ટાઉન અને ત્યાર બાદ મારા ગામમાં પરત આવી ગઈ.

યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ કાવ્યા માટે ઘણા ઉપયોગી સાબિત થયાં છે. સોશિયલ મીડિયાથી તેમને ઘણા ઑર્ડર મળ્યા છે. તેમને જે સમસ્યા થાય છે તે પણ તે સોશિયલ મીડિયા પર વર્ણવે છે.

કાવ્યા
બીબીસી
બીબીસી