BBCના અહેવાલ બાદ આ સરકારી શાળાએ એવું તો શું કર્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા એકથી વધીને 13 થઈ ગઈ

વીડિયો કૅપ્શન, માત્ર એક વિદ્યાર્થીનીમાંથી 13 વિદ્યાર્થીઓ આ સરકારી શાળાએ કેવી રીતે બદલાવ કર્યો
BBCના અહેવાલ બાદ આ સરકારી શાળાએ એવું તો શું કર્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા એકથી વધીને 13 થઈ ગઈ

આ પ્રેરણાદાયી કહાણી તેલંગાણાના ખમ્મમ જિલ્લાના નરપુનેનીપલ્લીની સરકારી પ્રાથમિક શાળાની છે.

ગયા શૈક્ષણિક વર્ષમાં આ શાળામાં વિદ્યાર્થિની કીર્તના અને એક શિક્ષિકા ઉમા પાર્વતી જ હતાં.

ગામની સરકારી શાળા બંધ ન થાય તે માટે કીર્તનાને તેમના પિતાએ શાળામાં દાખલ કરી હતી.

તેમની પ્રેરણાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં વધુ 12 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ લીધો છે.

ગત ડિસેમ્બરમાં, બીબીસીએ એક વિદ્યાર્થિની અને એક શિક્ષિકાવાળી આ સરકારી શાળાનો અહેવાલ કર્યો હતો.

જે બાદ અધિકારીઓએ શાળાની સુવિધાઓમાં સુધારવાની સાથે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે પગલાં લીધાં છે.

કીર્તના હવે સરકારી આ શાળાનાં બ્રાન્ડ ઍમ્બેસેડર બની ગયાં છે.

જુઓ, બીબીસીના પ્રયાસ અને એક જરૂરી પરિવર્તનની આ પ્રેરણાદાયી કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બીબીસી ઇમ્પેક્ટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન