વારસાગત મિલકત માટે ભાઈ સામે લડત આપનારાં ગ્રામીણ મહિલાની કહાણી
વારસાગત મિલકત માટે ભાઈ સામે લડત આપનારાં ગ્રામીણ મહિલાની કહાણી
"દીકરીએ પ્રૉપર્ટીમાં હક્ક ન માગવો જોઈએ. તેના લીધે તમારા સંબંધ બગડી જશે. તમારે ભોગવવું પડશે. દીકરીનાં લગ્ન થઈ ગયાં પછી તેણે માતા-પિતાની સંપત્તિમાં હિસ્સો માગવો પાપ છે." આ પ્રકારની ચર્ચાઓ અનેક જગ્યાએ થતી હોય છે.
પરંતુ મહારાષ્ટ્રના બીડનાં રહેવાસી રુકમણી નાગાપુરેએ સંપત્તિમાં હક્ક માગ્યો એટલે આખા ગામમાં ગણગણાટ શરૂ થઈ ગયો.
તેમની કહાણી અતિશય સંઘર્ષભરી છે. જીવનમાં અનેક વસ્તુઓ વેઠ્યા બાદ તેમના જીવનમાં એવું કંઈક બન્યું કે તેમણે પિતાની સંપત્તિમાં વારસાગત હક્ક માગ્યો.
આ હક્ક મેળવવા માટે તેમણે લાંબા સમય સુધી કાયદાકીય લડાઈ લડી. તેમની આ કહાણી તેમના સંઘર્ષની સાથે જ આપણને મળતાં અનેક અધિકારોથી પરિચિત કરાવે છે.
વધુ જુઓ વીડિયોમાં... (વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો)




