પગારમાંથી પૈસા બચાવી કામદારોનાં બાળકોને મનપસંદ ભોજન કરાવતાં આસિસ્ટન્ટ પ્રોફેસર
પગારમાંથી પૈસા બચાવી કામદારોનાં બાળકોને મનપસંદ ભોજન કરાવતાં આસિસ્ટન્ટ પ્રોફેસર
હરિયાણાના રોહતકનાં આ દેવીના બધવાર છે, જે એક ખાનગી કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. દેવિના છેલ્લાં 6-7 વર્ષથી પરપ્રાંતિય કામદારોના બાળકોને મફત ભોજન આપી રહ્યાં છે.
દેવિના અઠવાડિયામાં 2 થી 3 વખત બાળકોનું મનપસંદ ભોજન બનાવે છે અને તેમના વિસ્તારમાં જઈને જમાડે છે. કોરોના મહામારી દરમિયાન દેવીનાનાં કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને જિલ્લા વહીવટીતંત્રે પુરસ્કાર પણ આપ્યો હતો.
દેવીના જણાવે છે કે બાળકો પણ તેમને જોઈને ખૂબ જ ખુશ થાય છે. તેઓ સ્વાદિષ્ટ વાનગીઓની સાથે સાથે પૌષ્ટિક ખોરાક ખવડાવવાનોનો પણ આગ્રહ રાખે છે.
દેવીના તેના પગારમાંથી પૈસા બચાવીને અને તેમની માતાની મદદથી આ સેવાનું કાર્ય કરે છે.




