મુંબઈમાં ઠેરઠેર ટિફિન પહોંચાડતા ડબ્બાવાળાની સંખ્યા કેમ ઘટી ગઈ?
મુંબઈમાં ઠેરઠેર ટિફિન પહોંચાડતા ડબ્બાવાળાની સંખ્યા કેમ ઘટી ગઈ?
કોરોનાની મહામારીને કારણે દેશભરમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.
આ ગાળા દરમિયાન મુંબઈની કંપનીઓએ તેના કર્મચારીઓને વર્ક-ફ્રૉમ હોમ આપવાનું શરૂ કરી દીધું અને તેના કારણે મુંબઈમાં ચાલતો પ્રખ્યાત ડબ્બાવાળાઓના ધંધાનો આધાર ભાંગી ગયો. મુંબઈમાં ઑફિસમાં કામ કરતાં લોકોને ટિફિન મળતું હતું.
બાલુ શિંદે એ 20 વર્ષ કરતાં વધુ સમયથી ડબ્બા આપવાનું કામ કરતા હતા, પરંતુ તેમણે એ કામ છોડવું પડ્યું.
2019 સુધી મુંબઈમાં 4,500 ડબ્બાવાલા કામ કરતા હતા, હવે તેમાંથી અંદાજે 1,500 બચ્યા છે. છેલ્લાં છ વર્ષમાં એવું શું બન્યું કે મુંબઈના ડબ્બાવાળાઓને મુશ્કેલી વેઠવી પડી?

ઇમેજ સ્રોત, BBC/ShahidShaikh
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



