તામિલનાડુમાં મોટો ઊલટફેર, દક્ષિણના હીરો વિજય બનવાશે સરકાર?
તામિલનાડુમાં મોટો ઊલટફેર, દક્ષિણના હીરો વિજય બનવાશે સરકાર?
અત્યાર સુધી જોવા મળી રહેલાં પરિણામોનાં વલણોમાં પશ્ચિમ બંગાળની માફક તામિલનાડુમાં પણ મોટા રાજકીય ઊલટફેરના એંધાણ જોવા મળી રહ્યા છે.
તામિલનાડુની કુલ 234 બેઠકો પર થયેલા મતદાન બાદ સોમવારે થઈ રહેલી મતગણતરીમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે શાસક પક્ષ ડીએમકે અને અન્ય પક્ષો કરતાં પણ વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે.
જો આ વલણો જ પરિણામમાં ફેરવાયાં તો અભિનેતા વિજયનો પક્ષ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે સામે આવશે.
નોંધનીય છે કે રાજ્યમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર હોય છે, પરંતુ ટીવીકે ચાર વાગ્યાની સ્થિતિ પ્રમાણે 105 બેઠકો પર જ આગળ ચાલી રહી છે.

ઇમેજ સ્રોત, TVK



