પબજી રમતા પ્રેમમાં પડી, પાકિસ્તાની મહિલા ચાર બાળકો સાથે બૉયફ્રેન્ડને મળવા ભારત આવી

પાકિસ્તાન
    • લેેખક, રિયાઝ સુહૈલ અને સુમાઈલા ખાન
    • પદ, બીબીસી સંવાદદાતા, ઈસ્લામાબાદ

પ્રેમમાં પડીને એક પાકિસ્તાની મહિલા ભારત દોડી આવી અને ભારતમાં હાલ પોલીસની કસ્ટડીમાં છે.

સરહદ પાર કરીને ભારત પહોંચેલાં સીમા હૈદરના સસરા અને પતિએ બીબીસી સાથે વાત કરી છે. સીમાના પતિ ગુલામ હૈદર જખરાની અને તેમના સસરા મીરખાન જખરાનીએ સમગ્ર મુદ્દે બીબીસી સાથે વિસ્તારથી વાત કરી છે.

4 જુલાઈએ પોલીસે હરિયાણાના વલ્લભગઢ પાસેથી સીમા અને સચિન મીણાની ધરપકડ કરી હતી.

નોઇડા પોલીસે કહ્યું છે કે “સીમાએ સચિન મીણાને મળવા માટે નેપાળના ટૂરિસ્ટ વિઝા લીધા હતા અને શારજાહના રસ્તે કાઠમાંડૂ પહોંચ્યાં હતાં અને ત્યાંથી તેઓ ભારત આવી ગયાં. તેમની સાથે ચાર સગીર બાળકો પણ હતાં.”

પોલીસે જાણકારી આપી હતી કે “સીમા ગુલામ હૈદર મૂળતઃ પાકિસ્તાનનાં રહેનારાં છે.”

ગ્રેટર નોઇડાના ડીસીપી સાદ મિયાંખાને કહ્યું કે “સીમા મૂળ સિંધનાં રહેવાસી છે અને કરાચીમાં રહેતાં હતાં. તેમણે યૂ-ટ્યૂબ વીડિયો જોયો અને એક ટ્રાવેલ એજન્ટના માધ્યમથી નેપાળની ટિકિટ કઢાવી. નેપાળથી તેઓ બસ મારફતે સચિનને મળવા આવ્યાં.”

સાદ મિયાંખાને એ પણ જાણકારી આપી હતી કે "સીમા પાસે (પાકિસ્તાનમાં) એક પ્લૉટ હતો. ભારતમાં શિફ્ટ થવા માટે સીમાએ તેને 12 લાખ રૂપિયામાં વેચી દીધો હતો."

બીબીસી ગુજરાતી

સાઉદી અરબમાં રહેતા સીમાના પતિ શું બોલ્યા?

પાકિસ્તાન

બીબીસી ઉર્દૂએ જ્યારે સીમા અંગે માહિતી હાંસિલ કરી તો જાણવા મળ્યું કે તેમના પતિ સાઉદી અરેબિયામાં નોકરી કરે છે. સીમાના પતિ ગુલામ હૈદર જખરાનીએ ફોન પર બીબીસી સાથે કરેલી વાતમાં જણાવ્યું કે છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ ત્યાં જ છે.

ગુલામ હૈદર જખરાનીએ દાવો કર્યો કે "સીમા રિંદે તેમની સાથે લવ મૅરેજ કર્યાં હતાં. ત્યારે પરિવારની પરવાનગી નહોતી. બાદમાં જ્યારે રિંદ સમુદાયે તેમનાં લગ્નનો સ્વીકાર કરી લીધો તો બધાએ જ આ લગ્ન સ્વીકારી લીધાં "

તેમણે કહ્યું કે સીમા સાથે તેમનો સંપર્ક મિસ કૉલ મારફતે થયો. ત્યાર બાદ આગલા ત્રણ ચાર મહિના સુધી તેઓ ફોન પર જ વાત કરતાં રહ્યાં. ત્યાર બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

સીમા રિંદનાં સગાંસંબંધીઓ આ નિર્ણયથી ખુશ નહોતાં. તેથી બન્નેએ કોર્ટમાં લગ્ન કર્યાં. ગુલામ હૈદર જખરાની મુજબ, 'બાદમાં જ્યારે રિંદ સમુદાયના લોકોએ આ લગ્નનો સ્વીકાર કરી લીધો તો તે કરાચીમાં રહેવા લાગ્યાં, જ્યાં સીમા રિંદનાં પિતા અને બહેન પહેલાથી જ રહેતાં હતાં.'

બીબીસી ગુજરાતી

"સીના પબ્જી ગેમથી બહેકાઈ ગઈ"

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હૈદર જખરાનીએ કહ્યું કે પાકિસ્તાનમાં તેઓ રિક્ષા ચલાવતા હતા. ઘરમાં ગરીબી હતી પણ તેમના બન્ને વચ્ચે કોઈ ઝઘડો નહતો.

તેમણે ઉમેર્યું કે બાદમાં તેઓ સાઉદી અરેબિયા જતા રહ્યા અને ત્યાં મજૂર તરીકે આકરી મહેનત કરી. પોતાનું ઘર બનાવવા માટે રૂપિયા ઘરે મોકલ્યા. આ દરમિયાન તેઓ પોતાનાં પત્ની સાથે ફોન પર વાત કરતા રહ્યા.

તેમણે કહ્યું કે તેમનું ઘર નાનુ હતું. તેથી તેમનાં પત્ની એમ કહીને ભાડાના મકાનમાં જતાં રહ્યાં કે "રિપૅરિંગનું કામ પૂર્ણ થયા બાદ તેઓ ફરીથી ઘરે આવી જશે."

ગુલામ હૈદરે કહ્યું કે 9 મેની ઘટના બાદ ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું અને તેમનો તેમની પત્ની સાથે ફોન પરનો સંપર્ક તૂટી ગયો હતો.

તેમણે પોતાના સાળા એટલે કે સીમાના ભાઈ સાથે વાત કરી. જ્યારે તેમના સાળા ઘરે પહોંચ્યા તો મકાનમાલિક પાસેથી જાણવા મળ્યું કે તેઓ (સીમા રિંદ) ગામમાં પોતાનું ઘર ખરીદવાનું કહીને એ જતાં રહ્યાં છે. અને એ બાદ તેઓ પરત નહોતાં ફર્યાં. ગુલામ હૈદર મુજબ તેમનાં પત્નીએ ઘર વેચી દીધું અને તેમની પાસે રહેલા દાગીના અને બાળકોને લઈને જતાં રહ્યાં.

ગુલામ હૈદરે કહ્યું કે તેમને આ સમય દરમિયાન કોઈ શક ન થયો. તેમને પોતાના ઓળખાણવાળા લોકોથી જાણવા મળ્યું કે તેમનાં પત્ની દુબઈ જતાં રહ્યાં છે. બાદમાં તેમને ખબર પડી કે તેમનાં પત્ની નેપાળ જતાં રહ્યાં છે. ત્યાર બાદ સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે તેઓ ભારતની જેલમાં બંધ છે.

ગુલામ હૈદર કહે છે કે તેમનાં પત્ની 'પબ્જી ગેમ'થી બહેકાઈ ગયાં હતાં અને તેમને બાળકો સાથે પાછાં લાવવાં જોઈએ.

સીમા રિંદ તરફથી એ કહેવાયું છે કે તેમણે પોતાના પતિને છુટાછેડા આપી દીધા છે પરંતું ગુલામ હૈદરે તેમના દાવાને ફગાવી દીધો છે. તેઓ કહે છે કે તેમણે છુટાછેડા નથી આપ્યા અને તેઓ સીમાને પ્રેમ કરે છે. તેમના પર એટલો વિશ્વાસ કરે છે કે એમનું ઘર પણ પત્નીન નામ પર જ હતું.

બીબીસી ગુજરાતી

9 મેના દિવસે પાકિસ્તાનમાં શું થયું હતું?

9 મેએ પાકિસ્તાનમાં પૂર્વ વડા પ્રધાન અને તહરીક-એ-ઇન્સાફના પ્રમુખ ઈમરાન ખાનની ઈસ્લામાબાદમાં ધરપકડ કરી લેવાઈ હતી.

એ બાદ તેમના સમર્થકોએ સૈન્યકેન્દ્રો અને સંસ્થાઓને નિશાન બનાવીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને ઈમરાન ખાનને છોડવાની માગ કરાઈ હતી.

ઈમરાન ખાનની ધરપકડના કેટલાક કલાકો બાદ જ પાકિસ્તાનની સરકારે વિરોધપ્રદર્શનને રોકવા માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

બીબીસી ગુજરાતી

સીમાના સસરાએ શું કહ્યું?

પાકિસ્તાન

બીબીસી ઉર્દૂના રિયાઝ સુહૈલને સીમા ગુલામ હૈદરના સસરા મીરજાન જખરાનીએ જેકોબાબાદથી ફોન પર કહ્યું કે સીમા રિંદે ગુલામ હૈદર જખરાની સાથે લગ્ન કર્યાં હતાં.

તેમણે રિયાઝને કહ્યું કે “સીમાના સંબંધી તેના પાડોશમાં જ રહે છે. જ્યાં મારો પુત્ર આ છોકરીના (સીમાના) સંપર્કમાં આવ્યો ત્યાર બાદ તે આ છોકરીના ઘરે ખેરપુરમાં કોટ બંગલામાં ગયાં અને 2014માં તેમનાં લગ્ન થયાં.”

મીરજાન મુજબ તેમના પુત્ર અને પુત્રવધૂ ત્યાંથી કરાચી જતાં રહ્યાં. જ્યાં તેમણે પોતાનું મકાન ખરીદ્યું. તેમનો પુત્ર ત્યાં એક રિક્ષા ચલાવતો હતો અને બન્ને ખુશ હતાં. ત્યાર બાદ તેમના પુત્રને સાઉદી અરેબિયામાં નોકરી મળી તો તેઓ ત્રણ વર્ષ પહેલાં ત્યા જતા રહ્યા અને અત્યાર સુધી પાછા નથી આવ્યા.

આ દરમિયાન રિક્ષા ચલાવનારા સીમાના પિતા તેમની સાથે રહેતા હતા પણ કેટલાક મહિના પહેલા તેમનું મૃત્યું થઈ ગયું.

મીરજાને જણાવ્યું કે “9 મે એ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગ્યો ત્યારથી ગુલામ હૈદર પોતાનાં પત્ની અને બાળકોના સંપર્કમાં નથી. ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ થઈ ત્યાર બાદ પણ આ જ સ્થિતિ યથાવત્ રહી. આખરે ગુલામ હૈદરે સીમાના ભાઈ સાથે વાત કરીને તેમને આની જાણકારી આપી કે તેમનો પરિવાર તેમના સંપર્કમાં નથી.”

બીબીસી ગુજરાતી

કરાચી જઈને સસરાએ શું જોયું?

પાકિસ્તાન

બીજી બાજુ મીરજાન પણ પોતાના પુત્રના આગ્રહ પર કરાચી ગયા. ત્યાં તેમને જાણવા મળ્યું કે તેમનાં પુત્રવધૂએ બધો જ સામાન ભાડાના એક મકાનમાં શિફ્ટ કરી દીધો હતો. મીરજાન મુજબ તેમના પુત્રે સીમાના કહેવા પર સાત લાખ રૂપિયા મોકલ્યા હતા. સીમા એ રૂપિયા અને સાત તોલા સોનાના દાગીના સાથે ગાયબ છે અને સીમા અને તેમના પુત્ર અંગે કોઈ જ જાણકારી નથી.

મીરજાને પુત્રવધૂ અને બાળકોની ગાયબ થવાની ફરિયાદ માલિર કૅન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. આ ફરિયાદમાં એ પણ નોંધાવવામાં આવ્યું કે '(તેમણે હાલમાં ભાડાનું મકાન લીધુ હતું.) તેઓ એક ઘર ખરીદવા પોતાના ગામ જઈ રહ્યાં છે અને થોડા જ દિવસોમાં પાછા આવી જશે.'

પોતાની ફરિયાદમાં તેમણે કહ્યું કે તેની “ખાતરી માટે તેમણે ગામમાં પણ વાત કરી હતી પણ સીમા ત્યાં પણ ન હતાં.” પોલીસે આ કેસમાં નૉન કૉગ્નિજેબલ ગુનો દાખલ કર્યો છે.

સીમા રિંદે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે તેમણે પોતાના પતિને છુટાછેડા આપી દીધા હતા પણ મીર જાન એ વાતનું ખંડન કરતા કહ્યું “શું કોઈ ચાર બાળકની માતાને છુટાછેડા આપે?”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી