આ પિતાને સાસરિયેથી પાછી આવેલી પુત્રીને વધાવી લેવાનો વિચાર કેવી રીતે આવ્યો?

ઝારખંડની રાજધાની રાંચીમાં રહેનારા પ્રેમ ગુપ્તા થોડા દિવસ પહેલા અચાનક જ સમાચારોમાં છવાઈ ગયા.
તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયાથી લઈને ઑનલાઇન મીડિયામાં વાઇરલ થઈ ગયા.
તેનું કારણ છે તેમણે પોતાની દીકરીના નિર્ણયનું કરેલું સન્માન. પ્રેમ ગુપ્તાની એકમાત્ર પુત્રી સાક્ષી ગુપ્તાના લગ્ન થોડા જ મહિનાઓ પહેલા થયા હતાં.
પણ કેટલાંક કારણોસર તેમનું લગ્ન જીવન ચાલી ન શક્યું.
સાક્ષી ગુપ્તાએ જયારે આ વાત પોતાના પિતાને જણાવી તો તેમણે ન માત્ર પોતાની દીકરીના નિર્ણયનું સ્વાગત કર્યું પણ તેને ધામધૂમથી જ ઘરે પાછી પણ લઈ આવ્યાં.
દીકરીની ખુશી માટે દીકરીના નિર્ણયનું સન્માન કરી આ પિતાએ દીકરીના ભરોસાને જીવતો રાખ્યો છે અને સમાજમાં દીકરી લગ્ન પછી ઘરે પાછી આવે તો તેમાં પોતાનું અપમાન સમજનારાં માતા-પિતા માટે એક દાખલો બેસાડ્યો છે.
પિતા-પુત્રીની અનોખી કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો - છૂટાછેડા લઈને ઘરે આવેલી પુત્રીનું બૅન્ડબાજા સાથે ધૂમધામથી સ્વાગત કર્યું, પિતાએ શું કહ્યું





