પથારીવશ પતિની સેવાચાકરી કરવા ભારત આવેલાં કોલંબિયન પત્નીની પ્રેમકહાણી

વીડિયો કૅપ્શન, પેરેલાઇઝ્ડ પતિ અને કોલંબિયાનાં પત્નીની પ્રેમકહાણી ભાવુક કરી દેશે
પથારીવશ પતિની સેવાચાકરી કરવા ભારત આવેલાં કોલંબિયન પત્નીની પ્રેમકહાણી

આ પ્રેમ કહાણી પંજાબના હરપાલસિંહ અને કોલંબિયાના એન્નીની છે. તે બંને 2018માં સોશ્યિલ મીડિયા માધ્યમે મળ્યા અને 2019માં લગન કર્યા.

ત્યારબાદ એક અકસ્માતમાં હરપાલસિંહનું કરોડરજ્જૂ તૂટી ગઈ અને પેરાલીસીસ થઇ ગયું. અને એન્ની ત્યારથી જ હરપાલસિંહની સારવાર કરે છે.

એન્ની કહે છે કે અકસ્માત બાદ જયારે હું ભારત આવી, "હું અહીં પહોંચી ત્યારે મારી મદદ કરવાવાળું કોઈ નહોતું, મારે એકલીએ જ આ બધું કરવાનું હતું."

આ વીડિયોમાં જોવો પથારીવશ પતિની સેવાચાકરી કરવા માટે કોલંબિયાથી ભારત આવેલાં પત્નીની કહાણી.

ભારતીય પતિ અને કોલંબિયન પત્ની

ઇમેજ સ્રોત, HARPAL SINGH