એમેઝોનનાં જંગલોમાં ચાલતી ખાણોમાં મહિલાઓ પર થતાં અત્યાચારની કહાણી
એમેઝોનનાં જંગલોમાં ચાલતી ખાણોમાં મહિલાઓ પર થતાં અત્યાચારની કહાણી
એમેઝોનનાં જંગલોમાં ખાણિયાઓનું જીવન વિકટ હોય છે. ત્યાં મોટા ભાગે ધૂળિયા રસ્તા, સલૂન બાર અને એક ચર્ચ હોય છે. પરંતુ ખાણિયાઓ તેનાથી બહુ દૂર રહેતા હોય છે.
તેઓ લાકડાં અને કેનવાસની ઝૂંપડીઓમાં રહે છે અને તેમની આસપાસ સાપ અને જગુઆર જેવાં પ્રાણી હોય છે. જનરેટર બંધ થઈ જાય પછી પૂર્ણ અંધકારમાં રહેવું પડે છે.
રસોઈનું કામ કરતી મહિલાઓએ આ શિબિરોમાં પુરુષોની સાથે રહેવું પડે છે.
ખાણોથી પર્યાવરણને નુકસાન થાય છે તે બધા જાણે છે. પરંતુ તેનાથી માનવીને કેટલું નુકસાન થાય છે તેની ખાસ નોંધ નથી લેવાતી.
યુએનના કહેવા પ્રમાણે ખાણોમાં હિંસા, જાતીય શોષણ અને માનવતસ્કરી મોટા પાયે થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



