પાકિસ્તાનના વીડિયોથી ભારતમાં ફેલાઈ ફેક ન્યૂઝ, લોકોની થઈ રહી છે હત્યા

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનના વીડિયોથી ભારતમાં ફેલાઈ ફેક ન્યૂઝ, લોકોની થઈ રહી છે હત્યા

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભારતના અલગ અલગ વિસ્તારોમાં બાળક ચોરીની અફવાઓના કારણે દર્દનાક હત્યાઓ થઈ છે.

તેમાં સૌથી તાજી ઘટના બેંગલુરૂની છે કે જ્યાં 26 વર્ષીય કાલૂ રામને લોકોએ બાંધીને એટલા માર્યા કે તેઓ હૉસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું.

આ આખી ઘટના પાછળ એવા વીડિયો છે કે જે લોકોને ભ્રમિત કરી રહ્યા છે. આ પ્રકારના વીડિયોને વૉટ્સએપ પર ફેલાવવામાં આવી રહ્યા છે.

ચેતવણીઃ આ વીડિયોના દૃશ્યો વિચલિત કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો