લખીમપુર ખીરી હિંસા કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યા આશિષ મિશ્ર, પ્રશાંત પાંડેય, લખીમપુર ખીરીથી બીબીસી માટે
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવવા મામલે આરોપી આશિષ મિશ્ર ઉર્ફે મોનુ આજે (શુક્રવાર) જામીન પર જેલમાંથી મુક્ત થયા છે. તેઓ અંદાજે નવ મહિનાથી જેલમાં હતા.
મોડી સાંડે ત્રણ-ત્રણ લાખ રૂપિયાના બે જામીનદારના સત્યાપન બાદ તેમને જેલમાંથી મુક્ત કરાયા છે. આશિષ મિશ્ર કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્ર ટેનના પુત્ર છે.
જેલ અધીક્ષક વિપિનકુમાર મિશ્ર અનુસાર, "સેશન કોર્ટથી જામીનનો કાગળ આવ્યા બાદ આશિષને જેલ મેન્યુઅલ પ્રમાણે મુક્ત કરાયા છે."
આશિષ મિશ્રને સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર જામીન મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં ત્રણ ઑક્ટોબર 2021માં પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો પર ગાડી ચડાવી દેવાઈ હતી. આ ઘટનામાં ચાર ખેડૂત અને એક પત્રકારનું મોત થયું હતું.
આ મામલે આશિષ અને 13 અન્ય લોકો આરોપી છે. એસઆઈટીએ તપાસ બાદ આશિષ સમેત 14 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.