Train 18 : વંદે ભારત એક્સપ્રેસ મોદીએ લીલીઝંડી આપ્યાને બીજે જ દિવસે ટૂંડલામાં ખોટકાઈ

ઇમેજ સ્રોત, Getty Images
મોદીએ લીલીઝંડી આપ્યાને બીજે જ દિવસે વંદે ભારત એક્સપ્રેસ ખોટકાઈ ગઈ છે અને તેને અર્ધે રસ્તે પાછી વાળી દિલ્હી લાવવામાં આવશે.
સમાચાર સંસ્થા એએનઆઇએ આ અંગે ટ્ટીટ કરીને રેલવે મંત્રાલયના હવાલાથી લખ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટૂંડલાથી 18 કિલોમીટર દૂર ઊભી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ટ્રેક પર પશુઓને લીધે મુસાફરી ખોરવાઈ હોવાની સંભાવના છે. ટ્રેનનું કોમર્સિયલ પરિવહન 17 ફેબ્રુઆરીથી શરુ થશે. અવરોધોને હટાવીને ટ્રેન 8.15 વાગે સવારે દિલ્હી પહોંચશે.
જોકે, ટ્રેન ઉપર સવાર ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકારે, છેલ્લા ડબ્બાઓમાં બ્રેક જામ થવાની, શંકાસ્પદ અવાજોની, ધૂમાડા નીકળવાની તેમજ વીજ પુરવઠો ખોરવાયો હોવાની માહિતી આપી છે.
ટ્રેનને વારાણસીથી દિલ્હી પરત લાવવામાં આવી રહી હોવાનું પણ સમાચાર પત્રની વેબસાઇટ નોંધે છે.

સોશિયલ મીડિયા પર ઊડી મજાક
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બહુચર્ચિત હાઇસ્પીડ ટ્રેન શરુ થયાને બીજે જ દિવસે ખોટકાતા ટ્ટિટર પર અનેક લોકો તેની મજાક ઊડાવતા પણ જોવા મળ્યા હતા.
પત્રકાર રાજેશ મહાપાત્રએ લખ્યું કે આ સરકારમાં બધુ જ બ્રેકિંગ ડાઉન થઈ રહ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કૉંગ્રેસની કમ્યુનિકેશન ટીમના સભ્યએવા રચિત સેઠે લખ્યું કે આ મોદી સરકાર જેવું છે જેની શરુઆત હાઇપ અને હાઇપરથી થાય છે અને છેવટે એ જુમલા તરીકે પડી ભાંગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ધ હિંદુના પોલિટિકલ એડિટર નિસ્તુલા હેબ્બરે લખ્યું કે વિકાસ દિલ્હીથી શરુ થયો અને ટૂંડલામાં અટવાયો. ટ્ર સ્ટોરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
કૉંગ્રેસના કાર્યકર એવા પ્રવેશ શર્માએ લખ્યું કે ટ્રેન 18 ટૂંડલામાં ખોટકાઈ. આ મોદીનો વધુ એક જોક છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
અમુક ટ્ટીટમાં તો ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન ઉડાવેલા સી પ્લેનને પણ યાદ કરવામાં આવ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
સંજીવ હરિહરન નામની વ્યકિતએ વંદે..નોટ ઇવન વન ડૅ એવી કૉમેન્ટ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્રેનની સત્તાવાર માહિતી ટ્ટિટ કરી હતી. જેમાં તેમણે 17 તારીખથી ટિકિટ બુકિંગ કરવાનું કહ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
ઉલ્લેખનીય છે કે -18 કે જેને 'વંદે ભારત એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું છે તે દેશની પહેલી એંજિન વગરની ટ્રેન છે કે જે નવી દિલ્હીથી વારાણસી સુધીનો પ્રવાસ ખેડશે.
ટેકનિકલ વિશેષતાઓનાં કારણે વંદે ભારત એક્સપ્રેસ સામાન્ય ટ્રેન કરતા વધારે ગતિશીલ હશે અને તેની મહત્તમ ઝડપ 160 કિલોમિટર પ્રતિકલાકની હશે.
આ ટ્રેનને સ્વદેશી સેમી હાઈ-સ્પીડ ટ્રેન ગણાવવામાં આવી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વંદે ભારત એક્સપ્રેસની જાણવા જેવી બાબતો

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના અહેવાલ મુજબ, વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી સવારે છ કલાકે ઉપડશે અને વારાણસી સુધીનું અંતર નવ કલાક 45 મિનિટમાં કાપશે.
આ ટ્રેન કાનપુર અને પ્રયાગરાજ એમ બે સ્ટેશન પર જ રોકાશે.
આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ ચાલશે. બાકીના બે દિવસ ટ્રેનનું સમારકામ કરવામાં આવશે.
'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત વંદે ભારત ટ્રેનનું નિર્માણ ભારતમાં જ થયું છે અને તેને 18 મહિનામાં બનાવવામાં આવી છે.
ટ્રેનનું નિર્માણ ICF (ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી) ચેન્નાઈ દ્વારા રૂ. 97 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
વર્ષ 2018માં બનવાના કારણે આ ટ્રેનને T-18 નામે ઓળખ મળી હતી.

વંદે ભારત એક્સપ્રેસની ખાસિયત

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ મુજબ બાકી ટ્રેનની જેમ ન તો તેના ડબ્બા બદલવામાં આવે છે અને ન તો તેમાં એંજિન લાગેલું હોય છે.
એક ટ્રેનનાં બધાં જ કંપોનેન્ટ્સ મળીને તે એક સેટની જેમ ચાલે છે.
આ ટ્રેનની આખી બૉડી ખાસ એલ્યૂમિનિયમની બનેલી છે એટલે કે ટ્રેનનું વજન ખૂબ હલકું રહે છે.
તેને તુરંત જ બ્રેક લગાવીને રોકવી પણ સહેલી હશે અને તેને તુરંત જ તેજ ગતિ પણ આપી શકાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રેનની અન્ય ખાસિયતોની વાત કરવામાં આવે તો :
- કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લેશે.
- ટ્રેનના મધ્યમાં બે એક્ઝેક્યુટિવ કંપાર્ટમેન્ટ હશે. પ્રત્યેકમાં 52 સીટ હશે.
- સામાન્ય કોચમાં 78 સીટ હશે.
- ટ્રેન એકસાથે 1,128 યાત્રિઓને લઈ જઈ શકે છે.
- શતાબ્દીની ગતિ 130 કિલોમિટર પ્રતિકલાક છે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ 160 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે દોડી શકશે.
- વંદે ભારત એક્સપ્રેસમાં જીપીએસ આધારિત યાત્રી સૂચના પ્રણાલી સિવાય અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને સીસીટીવી કૅમેરા લાગેલા હશે.
- ટ્રેનમાં બાયો વેક્યૂમ ટૉયલેટ્સ છે, જેમને ટચ ફ્રી ફિટિંગ સાથે જોડવામાં આવ્યાં છે.
- ટ્રેનમાં પીપલ વીધ ડિસેબિલિટી (PWD) ને અનુકૂળ શૌચાલય પણ છે.
- આ ટ્રેન વાઈ ફાઈ, સ્વચાલિત જળવાયુ નિયંત્રિત ઍર કંડિશનીંગ, વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી વસ્તુઓથી સુસજ્જિત છે.

વંદે ભારત એક્સપ્રેસનું ભાડું અને ભોજન

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના અહેવાલ મુજબ વંદે ભારત એક્સપ્રેસની ચેર કાર ટિકિટનું ભાડું આશરે 1760 રૂપિયા, જ્યારે ઉચ્ચ શ્રેણીનું ભાડું 3310 રૂપિયા નક્કી કરાયું છે.
ભોજનની વાત કરીએ તો નવી દિલ્હીથી વારાણસી જવા માટે યાત્રિઓએ ઉચ્ચ શ્રેણીમાં સવારની ચા, નાશ્તા અને લંચ માટે 399 રૂપિયા આપવાના રહેશે.
જ્યારે ચેર કારના યાત્રિઓએ તેના માટે 344 રૂપિયા ચૂકવવા પડશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો