હૈદરાબાદ : ફાર્મા કંપનીમાં આગ લાગતા 36 લોકોનાં મોત, દુર્ઘટના સમયે શું થયું હતું?
તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ થતા આગ ફાટી નીકળી હતી.
મંગળવારે બપોર સુધી તેલંગણા સરકારે કરેલી જાહેરાત પ્રમાણે આ દુર્ઘટનામાં 36 લોકોનાં મોત થયાં છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને મૃતાંક હજુ પણ વધવાની શક્યતા જણાઈ રહી છે.
પોલીસ અને કારખાના વિભાગના અધિકારી હાલ આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છે.
કારખાના વિભાગના અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટના ડ્રાયર ચેમ્બરમાં વિસ્ફોટ થવાને કારણે ઘટી છે.
આ કંપની માઇક્રોક્રિસ્ટલાઈન સેલ્યુલોઝ પાઉડર બનાવે છે જેનો ઉપયોગ દવાઓ બનાવવા સમયે બૉન્ડિંગ સામગ્રીરૂપે કરવામાં આવે છે.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કંપનીના એક કર્મચારીએ વિસ્ફોટ થયો એ સમયની સ્થિતિ વર્ણવી હતી.
આ વિકરાળ આગને નજરે જોનાર આ પ્રત્યક્ષદર્શી શું કહે છે? વિસ્ફોટ થયો ત્યારે કેવું ભયાવહ દૃશ્ય સર્જાયું હતું? જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




