એ ચિત્રકાર જે લગ્નમાં નવદંપતીનાં લાઇવ ચિત્રો બનાવે છે
એ ચિત્રકાર જે લગ્નમાં નવદંપતીનાં લાઇવ ચિત્રો બનાવે છે
આમ તો ચિત્રકાર તમે ઘણા જોયા હશે. સમુદ્ર કાંઠે કે સડક કિનારે તમારું આબેહૂબ શીઘ્ર ચિત્ર બનાવી આપનાર ચિત્રકારની કળાથી તમે પ્રભાવિત પણ થયા હશો.
પરંતુ આજે મળો એક એવા ચિત્રકારને જે જીવનની સૌથી યાદગાર પળોમાંથી એકને ચિત્રમાં અંકિત કરી લે છે.
તેઓ લગ્નની ધમાલ વચ્ચે પણ એવાં યાદગાર ચિત્રો બનાવી દે છે કે તેને જોઈને ભલભલા ચકિત થઈ જાય છે.
સામાન્ય રીતે લગ્નમાં લોકો વીડિયો, ફોટો શૂટ કરાવતા હોય છે, પરંતુ એક વખત આ ચિત્રકારની કલાકારી જોનારને તેમની યાદગાર પેઇન્ટિંગ વગર કદાચ લગ્ન ફીકાં લાગે એવું પણ બને.
જુઓ આ માહેર ચિત્રકાર સરબજિતસિંહની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



