કૃષિ સખી: આ મહિલાઓએ પતિ પાસેથી અડધો એકર જમીન માગીને શું કર્યું?

વીડિયો કૅપ્શન, આ મહિલાઓએ પતિ પાસેથી અડધો એકર જમીન માગીને શું કર્યું?
કૃષિ સખી: આ મહિલાઓએ પતિ પાસેથી અડધો એકર જમીન માગીને શું કર્યું?

મહારાષ્ટ્રના યવતમાલના ઘાટંજી તાલુકાનાં કેટલાંક ગામોમાં મહિલા સ્વ-સહાય જૂથોએ સજીવ ખેતી શરૂ કરી છે.

જોકે, આ શરૂઆત સરળ નહોતી. મોટા ભાગની ખેતીની પ્રવૃત્તિ અને નિર્ણયો ઘરના પુરુષો જ કરતા હોવાથી મહિલાઓ માટે ઑર્ગેનિક ખેતીની પહેલ કરવી તે એક નોંધપાત્ર પગલું હતું.

મહિલાઓએ માત્ર અડધા એકર જમીનથી શરૂ કરીને આ પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો.

મહારાષ્ટ્રના યવતમાલના લહાન મોવાડા ગામમાં મમતા ધુર્વે કૃષિ સખી છે.

તેઓ અન્ય મહિલાઓને એનજીઓ અને સરકારની સહાયથી ઑર્ગેનિક ખેતી માટે માર્ગદર્શન આપે છે.

ઉમંગ નામની સંસ્થા મુજબ ગામદીઠ 20 મહિલાઓ અને જિલ્લામાંથી અંદાજે 2,000 મહિલાઓ ઑર્ગેનિક ખેતી સાથે સંકળાયેલાં છે.

સંશોધકોએ પણ આ ફેરફારની નોંધ લીધી છે.

બીબીસી ગુજરાતી, મહિલા, ખેતી
ઇમેજ કૅપ્શન, ઉમંગ નામની સંસ્થા મુજબ ગામદીઠ 20 મહિલાઓ અને જિલ્લામાંથી અંદાજે 2,000 મહિલાઓ ઑર્ગેનિક ખેતી સાથે સંકળાયેલાં છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

બીબીસી