દહેજપ્રથા સામે યુવતીનો નોખો વિરોધ, વિશ્વનાં સાત ઊંચાં શિખરો પર જઈ આપ્યો સંદેશ

વીડિયો કૅપ્શન, દહેજપ્રથા સામે યુવતીનો નોખો વિરોધ, વિશ્વના સાત ઊંચા શિખરો પર જઈ આપ્યો સંદેશ
દહેજપ્રથા સામે યુવતીનો નોખો વિરોધ, વિશ્વનાં સાત ઊંચાં શિખરો પર જઈ આપ્યો સંદેશ

મહારાષ્ટ્રના સ્મિતા ઘુગેએ દહેજપ્રથાની સામાજિક બદી સામે કંઈક અલગ રીતે અવાજ ઉઠાવ્યો છે.

કૉલેજ પૂરી કર્યા બાદ લગ્ન માટેના પ્રસ્તાવ આવતા થયા પરંતુ લગ્ન પેટે લાખો રૂપિયાની રકમ માગવામાં આવતાં તેમના સ્વાભિમાનને એવી તો ઠેસ પહોંચી કે તેમણે આ પ્રથાનો કંઈક અનોખી રીતે વિરોધ કરવાનું ઠરાવ્યું.

સ્મિતાએ વિચાર્યું કે આટલી મોટી રકમ દહેજ પેટે આપીને લગ્ન કરવા કરતાં તેમણે વિશ્વપ્રવાસ ખેડવો જોઈએ અને પોતાની ઇચ્છાઓ પૂરી કરવી જોઈએ.

તેમણે આફ્રિકાના માઉન્ટ કિલિમાંજારો પર જઈને દહેજહત્યા અને દહેજના કુરિવાજ વિરુદ્ધ પ્રચાર કર્યો.

તેઓ અત્યાર સુધી વિશ્વના સાત ઊંચા શિખરો પર જઈને વિશ્વને આ સંદેશ આપી ચૂક્યાં છે.

જુઓ, સામાજિક બદીઓ સામ અવાજ બુલંદ કરનાર આ યુવતીની ખમીરવંતી અને પ્રેરણાદાયી કહાણી.

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન