પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે BBCEyeનું ઇન્વેસ્ટિગેશન
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે BBCEyeનું ઇન્વેસ્ટિગેશન
પંજાબી હિપ-હૉપ સ્ટાર સિદ્ધુ મૂસેવાલાની હત્યા ભાડે રાખેલા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમણે તેમની કારના કાચ પર ગોળીઓ ચલાવી હતી.
આ એક એવી હત્યા હતી જેણે સમગ્ર ભારતને આઘાત પહોંચાડ્યો હતો.
થોડા કલાકોમાં જ, ગોલ્ડી બ્રાર નામના પંજાબી ગૅંગસ્ટરે ફેસબુકનો ઉપયોગ કરીને હત્યાનો આદેશ આપવાની જવાબદારી લીધી.
પરંતુ હત્યાનાં ત્રણ વર્ષ પછી પણ, કોઈ પર કાર્યવાહી કરવામાં આવી નથી અને ગોલ્ડી બ્રાર હજુ પણ ફરાર છે. તેનું ઠેકાણું પણ અજાણ છે.
હવે બીબીસી આઈ બ્રારનો સંપર્ક કરવામાં સફળ રહ્યું છે અને તેમને પૂછ્યું છે કે સિદ્ધુ મૂસેવાલાને કેવી રીતે અને શા માટે નિશાન બનાવવામાં આવ્યા?
ગોલ્ડી બ્રારે આની પાછળની આખી હકીકત જણાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



