ભારતનાં પૂર્વ ક્રિકેટ કપ્તાન મિતાલી રાજની સફળતા સુધીની સફર કેવી હતી?
ભારતીય મહિલા ક્રિકેટમાં રસ ધરાવતાં કિશોરવયનાં છોકરા-છોકરીઓ માટે મિતાલી રાજ મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી ગુજરાત જાયન્ટ્સના મૅન્ટર છે.
જે લોકો નિકટથી નજર ધરાવે છે, તેઓ મિતાલીને ભૂતપૂર્વ ખેલાડી, ટીવી નિષ્ણાત અને કૉમેન્ટેટર તરીકે પસંદ કરે છે.
પરંતુ ભારતીય મહિલાઓની રમતમાં મિતાલી એક લિંક જનરેશનનું સર્જન કરે છે.
આ ટોચનાં બલ્લેબાજ એક નાની ક્લબના લીડર હતા. ઝુલન ગોસ્વામી તેમનાં સમકાલીન બૉલર હતાં, જેમણે ખરાબ સમયમાં ભારતીય મહિલા ક્રિકેટને જીવિત રાખ્યું.
ખરાબ સમય એટલા માટે નહીં કે ભારતીય મહિલા ટીમનાં પરિણામ ખરાબ આવતાં હતાં, પરંતુ એટલા માટે કે મહિલાઓની રમત સ્વતંત્ર વહીવટીતંત્ર પાસેથી હઠાવીને પુરુષો દ્વારા સંચાલિત થઈ ગઈ, જેમાં તેમને હાશિયા પર ધકેલી દેવાઈ હતી.
ડબલ્યુપીએલની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, જેણે મહિલા ક્રિકેટને સાર્વજનિક ચર્ચા અને પ્રાઇમટાઇમ ટીવી કવરેજમાં લાવી છે.
કપરાકાળમાં મિતાલી રાજનાં બૅટે જે ભરોસો આપ્યો, તે માત્ર ટીમ માટે નહીં પરંતુ ભારતમાં મહિલા ક્રિકેટને જાળવી રાખવા માટે પણ જરૂરી હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



