ગેનીબહેન ઠાકોરે જણાવ્યું વાવની પેટાચૂંટણીમાં કૉંગ્રેસની કેમ હાર થઈ?
ગેનીબહેન ઠાકોરે જણાવ્યું વાવની પેટાચૂંટણીમાં કૉંગ્રેસની કેમ હાર થઈ?
ગુજરાતમાં થોડા દિવસ અગાઉ બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસની હાર થઈ હતી.
કૉંગ્રેસનાં નેતા અને વાવના તત્કાલીન ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર બનાસકાંઠા બેઠકની લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં. તેઓ સંસદસભ્ય બન્યાં બાદ વાવની વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
વાવ એક સમયે કૉંગ્રેસનો ગઢ ગણાતો હતો, પણ અહીં પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર થઈ અને ભાજપ જીતી ગયો.
બીબીસી ગુજરાતીએ લોકસભામાં ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર સંસદસભ્ય ગેનીબહેન ઠાકોર સાથે વાત કરી હતી. ઇન્ટરવ્યૂમાં તેમણે કૉંગ્રેસની હારનાં કારણો સહિત વિવિધ મુદ્દે વાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



