મોબાઇલની લતને કારણે ગંભીર અસર બાદ સુરતની યુવતીએ કરી આત્મહત્યા, નિષ્ણાતે શું સલાહ આપી?

વીડિયો કૅપ્શન, મોબાઇલની લતને કારણે ગંભીર અસર બાદ સુરતની યુવતીએ કરી આત્મહત્યા, નિષ્ણાતે શું સલાહ આપી?
મોબાઇલની લતને કારણે ગંભીર અસર બાદ સુરતની યુવતીએ કરી આત્મહત્યા, નિષ્ણાતે શું સલાહ આપી?

સુરતના ગોપીપુરા વિસ્તારના મોટી છીપવાડમાં રહેતાં 20 વર્ષના વિશાખા રાણાએ મોબાઇલના લતના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. નોકરીથી ઘરે આવ્યા બાદ તેમણે અંતિમ પગલું ભર્યું હતું.

પરિવારજનો અનુસાર વિશાખા સતત મોબાઇલ પર જ રહેતાં હતાં અને તેમને સોશિયલ મીડિયાનું વળગણ લાગ્યું હતું. વળગણના કારણે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યાં હતાં. જેના કારણે તેમની સારવાર પણ ચાલી રહી હતી.

જરીકામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતાં વિશાખાને લાંબા સમયથી મોબાઇલની લત હતી. પરિવારજનો અનુસાર તેઓ મોબાઇલ અને સોશિયલ મીડિયા પર કલાકો પસાર કરતાં હતાં.

પરિવારને વિશાખાના મોબાઇલ વળગણનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે દીકરીને તેમણે કહ્યું કે તેમનું જડબું વાંકું થઈ ગયું છે.

નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન