દાદા દાદીની પ્રેમકહાણી, વૃદ્ધાશ્રમમાં પ્રેમ થયો અને પછી વાત ક્યાં સુધી પહોંચી

દાદા દાદીની પ્રેમકહાણી, વૃદ્ધાશ્રમમાં પ્રેમ થયો અને પછી વાત ક્યાં સુધી પહોંચી
75 વર્ષીય બાબુરાવ અને 70 વર્ષીય અનુસૂયા

ઇમેજ સ્રોત, BBC/SARFRAJ SANADI

ઇમેજ કૅપ્શન, 75 વર્ષીય બાબુરાવ અને 70 વર્ષીય અનુસૂયા

કોલ્હાપુરના જાનકી વૃદ્ધાશ્રમના 75 વર્ષીય એક પુરુષ અને 70 વર્ષીય મહિલાએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યાં અને લગ્ન કર્યાં.

લગ્ન પરંપરાગત વિધિ પ્રમાણે યોજાયા અને તે આ બંને માટે જ નહીં પણ અન્ય લોકો માટે પણ યાદગાર લગ્ન રહ્યાં.

આ નર્સિંગ હોમની સ્થાપના 17 વર્ષ પહેલાં કરાઈ હતી. હાલ અહીં 30 વરિષ્ઠ નાગરિકો રહે છે.

બાબુરાવ પાટીલ લગભગ 18 મહિના પહેલાં અહીં આવ્યા હતા, કારણ કે તેઓ એકલા હતા, તેમના પત્નીનું 20 વર્ષ પહેલાં અવસાન થયું હતું.

તેમનાં બાળકો અને તેમનાં ભાઈ-બહેનો તેમની સંભાળ રાખવાં તૈયાર ન હતાં.

અનસુયા શિંદેનાં સાવકાં બાળકોએ તેમને તરછોડી દીધાં હતાં. તેઓ પાંચ વર્ષ પહેલાં તેમના પતિ સાથે આ વૃદ્ધાશ્રમમાં રહેવાં આવ્યાં હતાં.

ગયા વર્ષે તેમના પતિનું એક બિમારીના કારણે અવસાન થયું અને તેઓ ભાંગી પડ્યાં હતાં.

જુઓ વૃદ્ધાશ્રમમાં થયેલા આ અનોખા લગ્નની કહાણી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી