પાટણનું મહાદેવપુરા જે 'ફૂટબૉલવાળી છોકરીઓનું ગામ' તરીકે જાણીતું છે
પાટણનું મહાદેવપુરા જે 'ફૂટબૉલવાળી છોકરીઓનું ગામ' તરીકે જાણીતું છે
પાટણ જિલ્લાનું મહાદેવપુરા એક નાનું ગામ છે પરંતુ અહીં રમાતી એક ગૅમ તેને ગુજરાતના બીજાં ગામોથી અલગ બનાવે છે.
મહાદેવપુરા ગામમાં આવેલ મેદાનમાં રોજ સાંજે એક સુંદર દૃશ્ય જોવા મળે છે. અનેક છોકરીઓ અહીં ફૂટબૉલ રમતી હોય છે.
મહાદેવપુરાની આ છોકરીઓ નૅશનલ લેવલ સુધી પહોંચી છે અને ઘણા ઍવૉર્ડ પણ મેળવ્યા છે.
પણ આ બધું શક્ય કઈ રીતે બન્યું? ચાલો જાણીએ...






